વ્યાપાર
અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત સરકારે શારીરિક દિવ્યાંગોના જીવનના સશક્તિકરણ માટે હાથ મિલાવ્યા
- અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત સરકારે શારીરિક દિવ્યાંગોના જીવનના સશક્તિકરણ માટે હાથ મિલાવ્યા
- અમદાવાદ : દિવ્યાંગ વ્યક્તિઓના સમાવેશી અને ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવાની પ્રતિબધ્ધતા સાથે અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે તેના સહયોગનો વ્યાપ વિસ્તારવા હાથ મિલાવ્યા છે.
- તા.3જી ડીસેમ્બર 2024ના આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત સરકારે તેની ભાગીદારીનો વ્યાપ વિસ્તારવા માટેની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
- આ પ્રસંગે અદાણી એરપોર્ટ્સના ડાયરેક્ટર શ્રી જીત અદાણીએ જણાવ્યું હતું કે હું આજે માત્ર અદાણી ગૃપના અગ્રણી તરીકે નહી પરંતુ આપ તમામ દિવ્યાંગ ભાઇ-બહેનોની અપ્રતિમ હિંમત અને પ્રેરણાથી જેમ કોઈ એક પ્રેરાય તે રીતે હું પણ ઉત્તેજીત થઈ હાજર રહ્યો છું. આપની આ શક્તિઓ જોઈ મને જીવનનો સાચો અર્થ સમજાયો છે. અદાણી ગૃપ વતી હું આપને ખાતરી આપું છું કે આપની પ્રગતિ અને સશક્તિકરણ પ્રત્યેની અમારી પ્રતિબધ્ધતા અચલ છે. મને ગૌરવ છે કે છેલ્લા 10 વર્ષમાં અદાણી ફાઉન્ડેશન કૌશલ્યવૃધ્ધિ, આજીવિકાની તકો, શિક્ષણ તેમજ રોજીંદા જીવનને આસાન બનાવવા માટે સાધન સહાય મારફત એક માધ્યમ બની રહ્યું છે. ખાસ કરીને કચ્છના મુંદ્રા, ખાવડા અને લખપત તાલુકાઓમાં દિવ્યાંગ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે કામ કરી રહ્યા છીએ અને હંમેશા કરતા રહીશું.
- અદાણી ફાઉન્ડેશન સમગ્ર રાજ્યમા દિવ્યાંગ વિદ્યાર્થીઓને 1152 ટેક્નિકલ કીટ્સનું વિતરણ કરશે. અદાણી ફાઉન્ડેશને સમગ્ર કચ્છમાં દીવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે શરુ કરેલી તેની સફરની ઝાંખી કરાવતી એક સંકલિત પુસ્તિકા ‘સ્વાવલંબન’ ખુલ્લી મૂકી હતી.
- આ કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તથા અતિથિ વિશેષ તરીકે સામાજિક ન્યાય અને અધીકારીતા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમાર અને વિભાગના અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટરશ્રી વી.એસ.ગઢવી અને ખાસ મહેમાન તરીકે સુશ્રી દીવા શાહ હાજર રહ્યા હતા.