ગુજરાત

તા.૫ ડિસેમ્બર: વર્લ્ડ સોઈલ ડે

  • તા.૫ ડિસેમ્બર: વર્લ્ડ સોઈલ ડે
  • લોકોને જમીનના મહત્ત્વથી માહિતગાર કરવા અને જમીનની ગુણવત્તા વિશે જાગૃત્ત કરવા દર વર્ષે ૫મી ડિસેમ્બરે વિશ્વ માટી દિવસની ઉજવણી
  • વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સોઈલ હેલ્થ કાર્ડ યોજના જમીનનું પૃથ્થકરણ કરવામાં દેશના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનીપંચ મહાભૂતમાં સોઇલ એટલે કે માટી- જમીન- પૃથ્વીને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. જમીન વિના જીવન શક્ય નથી. આદિ માનવે જીવન ટકાવવા નદી કિનારે જમીન પર જ વસવાટ કર્યો અને તેમાંથી વિવિધ સંસ્કૃતિ અને પરંપરા વિકાસ પામી. આ જમીન જ માનવ વિકાસની કડીના પાયામાં છે. ધરતીને આપણે માતાની જેમ પૂજીએ છે. એક દાણો વાવો તો ધરતીમાં હજાર દાણા ઉગાડે છે. આ ધરતીની, જમીનની અને માટીની માવજત અને જાણવણી અંગે ધરતીપુત્રોને અને માનવજાતને જાગૃત કરવાનો દિવસ એટલે ” વર્લ્ડ સોઈલ ડે” .
    લોકોને જમીનના મહત્ત્વથી માહિતગાર કરવા અને જમીનની ગુણવત્તા વિશે જાગૃત કરવા દર વર્ષે ૫મી ડિસેમ્બરે વિશ્વ માટી દિવસ (World Soil Day)ની ઉજવણી કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે માટી બચાવવાની જરૂર કેમ છે? વાસ્તવમાં, પ્રદૂષણ અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે દર વર્ષે જમીનની ગુણવત્તા ઘટી રહી છે, જેથી વૈશ્વિક ગંભીર સમસ્યા ઊભી થઈ છે. કાળા માથાના માનવીએ અનેક પ્રલોભનો અને ખોટી રીતે રસાયણોનો ઉપયોગ કરીને માટીને દૂષિત કરી છે. આજે જમીન જ ઝેર બની રહ્યી છે. તેવા સમયે ખેડૂતો કે જે જગતનો તાત છે તે જમીન સુધારણા તરફ વળે, જમીનને પોષે અને તેની ગુણવત્તા જાળવી રાખે તે અતિઆવશ્યક છે.
    જેમ માનવ શરીરમાં શું ઉણપ છે એ આપણે વિવિધ શારીરિક ટેસ્ટ કરીને જાણી શકીએ છે અને અનુરૂપ નિદાન કરી શરીરની તંદુરસ્તી જાળવીએ છે એવું જ જમીનની બાબતમાં પણ હવે શક્ય બન્યું છે. આપ જાણો જ છો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને દ્વારા આ દિશામાં ઘણા અવનવા સંશોધનો થયા છે અને પરિણામ સ્વરૂપે નવી તકનીકોના ઉપયોગથી ખેડૂત તેની જમીન સુધારણા દ્વારા પ્રકૃતિ નિયમન કરી શકે છે.
    માટીની ગુણવત્તા વધારવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં છે. જેનું આપણા ગુજરાતમાં સુપેરે અમલીકરણ થઈ રહ્યું છે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૫ માં શરૂ કરવામાં આવેલી આ યોજનાને સોઈલ હેલ્થ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેના દ્વારા જમીનની આરોગ્યની સ્થિતિ જાણી શકાય છે અને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જો જમીનમાં પોષક તત્વોની ઉણપ હોય તો ખેડૂતો સોઈલ હેલ્થ કાર્ડ દ્વારા તે ઉણપને દૂર કરી શકે છે.
    આ યોજના દ્વારા ખેતરની જમીનની ગુણવત્તા કેટલી સારી છે અને તેમાં ક્યા- કયા પોષક તત્વો છે તે જાણી શકાય છે. જો કોઈ પોષક તત્વોની ઉણપ હોય કે ખનીજોનું પ્રમાણ વત્તા-ઓછા પ્રમાણમાં હોય તો તે પણ જાણી શકાય છે. ત્યારબાદ ખેડૂત તે મુજબના સુધારા વધારા ખેતીના સમયે કરી શકે છે જેથી ગુણવત્તામાં સારો અને પ્રમાણમાં વધુ પાક લણી શકાય છે. આ ઉપરાંત, ખેડૂતની જમીનને અનુરૂપ કયો પાક ઉગાડવો યોગ્ય રહેશે તે પણ જાણી શકાય છે. બિનજરૂરી રસાયણોનો ઉપયોગ નિવારી શકાય છે જે ઘણા રોગોથી માનવજાતને બચાવી શકે છે. મોટા ભાગે ખેડૂતો ક્યા કારણસર પાકને નુકસાન થઈ રહ્યું છે તે જાણતા નથી હોતા. ઘણીવાર પાક નિષ્ફળ જવા પાછળ જમીનની ગુણવત્તા પણ એક અગત્યનું કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં ખેડૂતોએ સોઈલ હેલ્થ કાર્ડની મદદથી તેમની જમીનનું પરીક્ષણ કરાવવું જોઈએ અને નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. સોઇલ હેલ્થ કાર્ડનો હેતુ ખેડૂતોને સાચી માહિતી આપવાનો છે, જેથી ખેડૂતોને સારો પાક મળે અને તેમને મોટો નફો પણ મળે છે.
    વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં જમીનની ગુણવત્તામાં થઈ રહેલા ઘટાડાથી દેશને બચાવવા અને માટીની ફળદ્રુપતા જાળવી રાખવા ‘‘બેક ટુ બેઝિક’’નો નવતર વિચાર આપ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે ગુજરાતમાં વર્ષ ૨૦૦૬-૦૭ માં ગુજરાતમાં જમીન સુધારણાના પ્રયત્નો માટે સોઈલ પરીક્ષણ શરૂ કરાવ્યું હતું. અને આ પ્રોજેક્ટ ગુજરાતમાં સફળ થતાં એ જ મોડેલ તેઓ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે વર્ષ ૨૦૧૪-૧૫ માં સમગ્ર દેશમાં લાગુ કરાવ્યું. છેલ્લા બે દાયકામાં ગુજરાત સરકાર દ્વારા ૨.૧૫ કરોડ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે.
    આપણાં ગવર્નરશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને ધરતી માતાનુ રક્ષણ કરવા માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જમીનની ફળદ્રુપતા વધારવા, રાસાયણિક ખાતરની હાનિકારક અસરો નિવારવા રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગે પ્રાકૃતિક ખેતીની ઝુંબેશને પીઠબળ આપ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button