સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ. 1,075 ઊછળ્યો, ચાંદીનો વાયદો રૂ. 81 નરમ

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ. 1,075 ઊછળ્યો, ચાંદીનો વાયદો રૂ. 81 નરમ
ક્રૂડ તેલના વાયદામાં રૂ. 79ની વૃદ્ધિઃ નેચરલ ગેસના વાયદામાં 20 પૈસાનો નોમિનલ સુધારોઃ કોટન-ખાંડી, મેન્થા તેલના વાયદામાં ઘટાડોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 25492.27 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 85237.57 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23179.29 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22453 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 110733.96 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 25492.27 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 85237.57 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 22453 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 1072.68 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23179.29 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ પર સોનાનો બેન્ચમાર્ક જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 98753ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 99358ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ. 97902 બોલાઈ, રૂ. 97279ના આગલા બંધ સામે રૂ. 1075ના ઉછાળા સાથે રૂ. 98354 થયો હતો. આ સામે સોનાનાં દૂર ડિલિવરીના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો રૂ.1,00,000, ઓક્ટોબર વાયદો રૂ.1,00,500 અને ડિસેમ્બર વાયદો રૂ.1,02,275ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શ્યા હતા. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 1198 વધી રૂ. 78940 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 189 વધી રૂ. 9913 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 1218 વધી રૂ. 98018ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 97851ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 99135 અને નીચામાં રૂ. 97851ના મથાળે અથડાઈ, રૂ. 96992ના આગલા બંધ સામે રૂ. 1358 વધી રૂ. 98350ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 95793ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 95989 અને નીચામાં રૂ. 94417ના સ્તરને સ્પર્શી, રૂ. 95247ના આગલા બંધ સામે રૂ. 81 ઘટી રૂ. 95166ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 66 ઘટી રૂ. 95032 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 126 ઘટી રૂ. 94955ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1070.79 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ. 5350ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5435 અને નીચામાં રૂ. 5346ના સ્તરને સ્પર્શી, રૂ. 5336ના આગલા બંધ સામે રૂ. 79 વધી રૂ. 5415ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ. 78 વધી રૂ. 5417ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ 40 પૈસા વધી રૂ. 258.6ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 20 પૈસા વધી રૂ. 258.5 થયો હતો.