વ્યાપાર

અદાણી ગ્રીન એનર્જીએ આજ સુધીમાં સૌથી વધુ વાર્ષિક ૫.૧ ગીગાવોટ ગ્રીનફિલ્ડ ક્ષમતા ઉમેરી મુખ્ય એબિડટા વાર્ષિક ૨૩%ની વૃદ્ધિ સાથે રૂ. ૧૦,૮૬૫ કરોડ નોંધાવ્યો

અદાણી ગ્રીન એનર્જીએ આજ સુધીમાં સૌથી વધુ વાર્ષિક ૫.૧ ગીગાવોટ ગ્રીનફિલ્ડ ક્ષમતા ઉમેરી મુખ્ય એબિડટા વાર્ષિક ૨૩%ની વૃદ્ધિ સાથે રૂ. ૧૦,૮૬૫ કરોડ નોંધાવ્યો
વાર્ષિક ધોરણે કાર્યકારી ક્ષમતા ૩૫% વધીને ૧૯.૩ ગીગાવોટ થઇ. જે ભારતની સૌથી મોટી ક્ષમતા બની:
નાણાકીય વર્ષ-૨૫ માં ૩.૩ ગીગાવોટ ની તુલનાએ ૫.૧ ગીગાવોટ ગ્રીનફિલ્ડ ક્ષમતાનો ઉમેરો ૧.૫ ગણી વૃદ્ધિ દર્શાવે છે: ૮૭.૩ ના ઉચ્ચતમ સ્કોર સાથે સિક્યોર્ડ કેરએજ ESG ૧+ રેટિંગ: જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR) દ્વારા કંપનીને ભારતના સોવરિન ક્રેડિટ રેટિંગની સમકક્ષ JCR BBB+/Stable નું પ્રારંભિક રેટિંગ અપાયું.
અમદાવાદ, ૨૪ એપ્રિલ ૨૦૨૬: ભારતની સૌથી મોટી અને નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા સમયગાળાના જાહેર કરેલા નાણાકીય પરિણામો મજબૂત વૃદ્ધિ અને શ્રેષ્ઠ કાર્યકારી ક્ષમતા દર્શાવે છે.
અહેવાલના સમય ગાળામાં વાર્ષિક ધોરણે ઊર્જા વેચાણ ૩૪% વધીને ૩૭,૫૬૭ મિલિયન યુનિટ થયું હતું. પરિણામે વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે આવક ૨૨% વધીને રૂ.૧૧,૬૦૨ કરોડ થઇ છે. વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે એબિડટા ૨૩% વધીને રૂ.૧૦,૮૬૫ કરોડ નોંધાવ્યો છે. જ્યારે ઉદ્યોગ અગ્રણી એબિડટા માર્જિન ૯૧% હાંસલ કર્યો છે. આ ગાળામાં વાર્ષિક ધોરણે રોકડ નફો ૧૧% વધીને રૂ. ૫,૩૯૯ કરોડ થયો છે.
નાણાકીય વર્ષ-૨૬ના આખરી ત્રિમાસિક અને સમગ્ર વર્ષના અગાઉના સમાન ગાળાના તુલનાત્મક નાણાકીય પ્રદર્શન અનુસાર વીજ પુરવઠામાંથી આવક નાણા વર્ષ-૨૫ના આખરી ત્રિમાસીમાં રુ.૩,૦૯૪ કરોડની સામે વર્ષ-૨૬ના સરખા સમયમાં ૧૬%ના વધારા સાથે રુ.૨,૬૬૬ કરોડ થઇ હતી. જ્યારે વર્ષ-૨૫ના સમગ્ર વર્ષમાં રુ.૯,૪૯૫ કરોડની સામે હમણાં જ પુરા થયેલા નાણાકીય વર્ષમાં વીજ પુરવઠામાંથી આવક ૨૨% વધીને રુ.૧૧,૬૦૨ કરોડ થઇ છે. ગત નાણાકીય વર્ષ-૨૫ના અંતિમ ત્રિમાસીમાં વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે એબિડટા રુ.૨,૪૫૩ કરોડ સામે નાણા વર્ષ-૨૬ના સરખા ગાળામાં એબિડટા ૨૦% વધીને રુ.૨,૯૪૪ કરોડ હાંસલ થયો છે. નાણા વર્ષ-૨૫ના સમગ્ર વર્ષમાં રુ.૮,૮૧૮ કરોડની તુલનાએ તાજેતરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ૨૩%ના વધારા સાથે રુ.૧૦,૮૬૫ કરોડ નોંધાયો છે. ટકાવારીની દ્રષ્ટીએ નાણાકીય વર્ષ-૨૫ અને નાણાકીય વર્ષ-૨૬માં વીજ પુરવઠામાંથી એબિડટા અનુક્રમે આખરી ત્રિમાસી અને સમગ્ર વર્ષમાં સરખો ૯૧% નોંધાયો છે.
રોકડ નફો જે નાણાકીય વર્ષ-૨૫ના અંતિમ ત્રિમાસીમાં રુ.૧,૨૩૧ કરોડની સામે વર્ષ-૨૬ના સમાન ગાળામાં ૨૧% વધી રુ.૧,૪૯૪ કરોડ થયો છે. સમગ્ર નાણાકીય વર્ષ-૨૫માં રુ.૪,૮૭૧ કરોડના નફા સામે નાણાકીય વર્ષ-૨૬માં ૧૧%ના વધારા સાથે નફો રુ.૫,૩૯૯ કરોડ થયો છે.
અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સાગર અદાણીએ અદાણી ગ્રીનના ઇતિહાસમાં નાણાકીય વર્ષ ૨૬ને એક સીમાચિહ્ન સમાન વર્ષ તરીકે ગણાવતા કહ્યું હતું કે મજબૂત પ્રકલ્પ અને કામકાજની શ્રેષ્ઠતાના આધારે અદાણી ગ્રીનએ ૫.૧ ગીગાવોટ ગ્રીનફિલ્ડ ક્ષમતા ઉમેરવા સાથે કામકાજની કુલ ક્ષમતા ૧૯.૩ ગીગાવોટે પહોંચી છે. તેમણે કહ્યું હતું કે આ સીમાચિહ્ન ચીન બહારની કોઈપણ કંપની દ્વારા વૈશ્વિક સ્તરે સૌથી વધુ ગ્રીનફિલ્ડ વાર્ષિક ક્ષમતા વિસ્તરણ છે. આ ઉપલબ્ધિએ ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં નેતૃત્વની અમારી સ્થિતિને મજબૂત બનાવવા સાથે કંપનીને અમલવારીની શ્રેષ્ઠતાની એક વિશિષ્ટ ભ્રમણકક્ષામાં પણ મૂકે છે. સાગર અદાણીએ ઉમેર્યું હતું કે કચ્છના ખાવડાનો વિશ્વનો સૌથી મોટો અમારો મુખ્ય નવીનીકરણીય ઉર્જા પ્રકલ્પ નોંધપાત્ર રીતે પ્રગતિના પથે આગળ વધી રહ્યો છે. બેટરી સ્ટોરેજના ક્ષેત્રમાં નાણાકીય વર્ષ- ૨૬માં અમે ૧.૪ GWh ક્ષમતા સ્થાપિત કરી છે, જે વિશ્વના સૌથી મોટા સિંગલ-લોકેશન BESS તૈનાતીમાંની એક અમારા કરાર મિશ્રણને પૂરક બનાવશે એટલું જ નહી પરંતુ આ કંપનીને સ્થિતિસ્થાપક અને ભવિષ્ય માટે તૈયાર ઊર્જા ઇકોસિસ્ટમ બનાવવાની નજીક લાવશે. તેમણે કહ્યું કે આંધ્રપ્રદેશમાં અમારો પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ પણ નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યો છે.
તેમણે કહ્યું કે અદાણી ગ્રીન એનર્જીનો ૧૯,૨૯૪ મેગાવોટનો ઓપરેશનલ પોર્ટફોલિયો ૮૭ લાખથી વધુ ઘરોને વીજળી આપશે અને વાર્ષિક લગભગ ૩૬ મિલિયન ટન CO2e ઉત્સર્જનને ટાળશે. અમારા ESG પ્રયાસોને મળી રહેલી સતત માન્યતા ટકાઉ વિકાસ અને ભારતના ઊર્જા સંક્રમણને વેગ આપવાની અમારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટી કરે છે.
નાણાકીય વર્ષ ૨૬માં અદાણી ગ્રીને ૫,૦૫૧ મેગાવોટ ગ્રીનફિલ્ડ ક્ષમતા ઉમેરી છે, જે નાણાકીય વર્ષ ૨૫માં થયેલા ક્ષમતા વધારા કરતા દોઢ ગણી છે. ૫,૦૫૧ મેગાવોટના ગ્રીનફિલ્ડ ઉમેરણમાં ૩,૪૧૨ મેગાવોટ સૌર ક્ષમતા (ગુજરાતના ખાવડામાં ૨,૯૭૪ મેગાવોટ, રાજસ્થાનમાં ૪૩૮ મેગાવોટ), ખાવડામાં ૬૮૩ મેગાવોટ પવન ઉર્જા ક્ષમતા અને ખાવડામાં ૯૫૬ મેગાવોટ સૌર-પવન હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button