અદાણી વિદ્યામંદિર અમદાવાદને ‘એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ’ એનાયત
અદાણી વિદ્યામંદિર અમદાવાદને ‘એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ’ એનાયત
AVMAના બે શિક્ષકોને રાષ્ટ્રીય સ્તરે સન્માન
અદાણી વિદ્યામંદિર અમદાવાદ(AVMA) એ શેક્ષણિક સ્તરે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં ફરી એકવાર મેદાન માર્યું છે. નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વિદ્યામંદિરને એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. એટલું જ નહી, વિદ્યામંદિરના બે શિક્ષકોને ઉત્કૃષ્ટ યોગદાન બદલ નવાજવામાં આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રે મૂલ્યવર્ધન માટે AVMAના સરાહનીય પ્રયત્નોનું આ રાષ્ટ્રીય સ્તરે સન્માન છે.
નેશનલ સ્કૂલ એવોર્ડ્સ એજ્યુકેશન એન્ડ કોન્ફરન્સ-2024 કાર્યક્રમમાં AVMAને પ્રતિષ્ઠિત એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સર્વાંગી શિક્ષણ પ્રત્યે અદાણી વિદ્યામંદિરની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. શાળાના શૈક્ષણિક ધોરણોને જ નહીં, પરંતુ તે સમગ્ર ટીમની સખત મહેનત અને સમર્પણને ઉજાગર કરે છે.
સેન્ટર ફોર એજ્યુકેશન ડેવલપમેન્ટ (CED) દ્વારા AVMAના બે શિક્ષકોને પણ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયા છે. AVMA ના બે શિક્ષકો પૈકી સબિતા રાઉટ્રોયને ટ્રાન્સફોર્મેશનલ લીડર એવોર્ડ તેમજ કશિષ શર્માને એલિમેન્ટરી એજ્યુકેશનિસ્ટ ઓફ ધ યરનો ખિતાબ પ્રાપ્ત થયો છે.
ભારત સરકારના નીતિ આયોગમાં નોંધાયેલા CED ઈન્ડિયા દ્વારા 100 શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. 15+ વર્ષનો અનુભવ ધરાવતા બંને શિક્ષકો બાળકોમાં મૂલ્યવર્ધિત શિક્ષણ અને સંસ્કારનું સિંચન થાય તે માટે ભરસક પ્રયત્નો કરા રહ્યા છે.
સબિતા જણાવે છે કે “આ એવોર્ડ મેળવીને હું ખરેખર સન્માનિત અનુભવુ છું. આ એવોર્ડ સકારાત્મક પરિવર્તનને પ્રેરણા આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. એવોર્ડ વિજેતા કશિષ જણાવે છે કે, “રાષ્ટ્રીય કક્ષાએ આવી ઉત્તમ તક આપવા બદલ હું અદાણી વિદ્યામંદિરના વરિષ્ઠ મેનેજમેન્ટની ખુબ આભારી છું”.
AVMA વર્ગખંડમાં બાળકોને શિક્ષિત કરવા માટેનો જુસ્સો, શિસ્તને પ્રોત્સાહન, સમુદાયો પ્રત્યે હકારાત્મકતા, વર્ગખંડની બહાર શાળાના વિકાસમાં યોગદાન વગેરે બાબતોને ધ્યાનમાં રાખી આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.