ભારતના ડિજિટલ ભવિષ્ય માટે AdaniConneX વિપુલ તકો સાથે તૈયાર!
ભારતના ડિજિટલ ભવિષ્ય માટે AdaniConneX વિપુલ તકો સાથે તૈયાર!
અદ્યતન ટકાઉ ડેટા સેન્ટર દ્વારા દેશમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વેગવાન બનશે
ઝડપથી વિકસતા ડિજિટલ લેન્ડસ્કેપમાં ડેટા આધુનિક અર્થવ્યવસ્થાની જીવાદોરી સમાન બની ગયો છે. આજે તમામ ઉદ્યોગોમાં નવીનતા, કાર્યક્ષમતા અને કનેક્ટિવિટી માટે મજબૂત અને સ્કેલેબલ ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત ઉભી થઈ છે. આ ડિજિટલ ક્રાંતિના કેન્દ્રમાં ડેટા-આધારિત વિશ્વની વધતી માંગને ટેકો આપવા AdaniConneX તેની તમામ જરૂરિયાતોને પુરું પાડતા મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવ્યું છે. સમગ્ર ભારતમાં અદ્યતન ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સના વિકાસને આગળ વધારવા કંપની વ્યૂહાત્મક ભાગીદારીથી આગળ વધી રહી છે.
AI ના ઉદયને કારણે ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના લાંબા ગાળાના માસ્ટર પ્લાનિંગની આવશ્યકતા છે, જે સ્કેલ, સ્પીડ અને ટકાઉપણુંના પાયા પર બનેલા ડેટા સેન્ટર ડિલિવરી મોડલ્સના પુનઃશોધ માટે દબાણ કરે છે. અદાણી ગ્રૂપની સંકલિત માળખાકીય ક્ષમતાઓને આધારે AdaniConneX એ ઊર્જા સુરક્ષા, જળ તટસ્થતા, 100% RE, સલામતીમાં AI, પ્રોજેક્ટ મેનેજમેન્ટ/કન્સ્ટ્રક્શનમાં ડિજિટલાઇઝેશન વગેરે માટે વિવિધ પહેલો શરૂ કરી છે.
AdaniConneX ભારતમાં હાયપરલોકલ ડીસી પ્રોજેક્ટને પહોંચી વળવા બહુવિધ હાઇપરસ્કેલ વિકસાવવામાં મોખરે છે. ચેન્નાઈ, હૈદરાબાદ, નોઈડાથી શરૂ કરીને તે ભારતના સૌથી ઝડપથી વિકસતા ડેટા સેન્ટર પ્લેયર્સમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. સ્થિતિસ્થાપક ઇકોસિસ્ટમમાં રોકાણ અને સપ્લાયર્સ, ક્લાયન્ટ્સ અને ઉદ્યોગ નિષ્ણાતો સાથે વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપીને કંપનીએ ભારતને વાઇબ્રન્ટ ડિજિટલ હબ તરીકે સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
ખાસ પ્રકારના એનર્જી-એઝ-એ-સોલ્યુશન સાથે AdaniConneX માત્ર ડેટા સેન્ટરના નિર્માણની અખંડિતતા જ નહીં પરંતુ ઊર્જા પુરવઠાની લાંબા ગાળાની સુરક્ષાની બાંયધરી પણ આપે છે. એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ, ઓપરેશન્સ, રેગ્યુલેટરી એપ્રુવલ્સ, રાઈટ્સ-ઓફ-વે અને એનર્જી મોનિટરિંગ પ્લેટફોર્મનું સંચાલન કરીને, AdaniConeX ગ્રાહકોને ઉન્નત પાવર વિશ્વસનીયતા અને એક્સિલરેટેડ ટાઈમ-ટુ-માર્કેટ ઓફર કરે છે.
કંપનીની અત્યાધુનિક ‘ચેન્નઈ 1’ સુવિધાનો તબક્કો 1 પહેલેથી જ કાર્યરત છે, જે 17 MW (IT લોડ) ની ક્ષમતા ધરાવે છે જ્યારે તમિલનાડુના પ્રથમ પ્રી-સર્ટિફાઇડ IGBC પ્લેટિનમ રેટેડ ડેટા સેન્ટરને હોસ્ટ કરે છે. ટેક કેપિટલ ગ્લોબલ એવોર્ડ 2023માં તેને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઓફ ધ યર નામ આપવામાં આવ્યું હતું. વળી તે બહુવિધ પ્લેટફોર્મ્સ પર શ્રેષ્ઠતા માટે માન્યતા પ્રાપ્ત ઉચ્ચ ધોરણો પણ સ્થાપિત કરે છે.
જેમ જેમ ભારતમાં ડેટા સેન્ટર ઉદ્યોગ વિકસિત થાય છે તેમતેમ AI અને GPUs જેવી અદ્યતન તકનીકો સુદૃઢ થઈ રહી છે. આજના ઝડપી ડિજિટલ લેન્ડસ્કેપમાં માંગમાં વધારો થયો છે તેવામાં ઉદ્યોગની જરૂરિયાતો પૂરી કરવા 50 થી 100 મેગાવોટ (કેટલાક કિસ્સાઓમાં 500+ મેગાવોટ) ક્ષમતા ઉભી કરવાની જરૂર છે. કંપની સતત નવા ઉદ્યોગ ધોરણો, પ્રતિભાઓ અને ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકસતા લેન્ડસ્કેપમાં સકારાત્મક પરિવર્તન લાવવાના મિશનમાં અડગ રહીને આગળ વધી રહી છે.
ટકાઉપણું, સલામતી અને નવીનતા માટે મક્કમ રહેવીની પ્રતિબદ્ધતા સાથે AdaniConneX ભારતને ડિજિટલ પરિવર્તનના નવા યુગમાં અમર્યાદિત શક્યતાઓ અને વિપુલ તકો સાથે લઈ જવા તત્પર અને તૈયાર છે.