ગુજરાત
સુરત શહેરમાં વરસાદના વિરામ બાદ મહાનગરપાલિકા દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું પેચ વર્ક કરી રિપેરિંગ કરાયું
શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓને મહાનગરપાલિકા દ્વારા પેચવર્ક કરી રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વરસાદથી સુરત શહેરના ઓએનજીસી સર્કલ બ્રિજ નજીક બિસ્માર રસ્તાનું મરામત કરવામાં આવ્યું હતું.