તા.૭મીએ મતદાન માટે DGVCL સહિત રાજ્યની તમામ વીજકંપનીઓ ઉદ્યોગ એકમોને તા. ૬ થી ૧૨મી મે ના સપ્તાહ દરમિયાન સાપ્તાહિક રજાના દિવસે પણ વીજળી આપશે

તા.૭મીએ મતદાન માટે DGVCL સહિત રાજ્યની તમામ વીજકંપનીઓ ઉદ્યોગ એકમોને તા. ૬ થી ૧૨મી મે ના સપ્તાહ દરમિયાન સાપ્તાહિક રજાના દિવસે પણ વીજળી આપશે
મતદાન પર્વમાં કામકાજ બંધ રાખનાર વ્યવસાયિક/ઔદ્યોગિક એકમો, સંસ્થાઓ માટે ઊર્જા વિભાગની વીજ કંપનીઓ દ્વારા વીજ સેવા માટે ખાસ વ્યવસ્થા
સુરત:સોમવાર: તા.૭મીએ લોકસભા ચૂંટણી, નિયત વિધાનસભાઓની પેટાચૂંટણીઓમાં રાજ્યભરના મતદારો અચૂક મતદાન કરી શકે એ માટે ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, વ્યાપારી એકમો, ઉદ્યોગગૃહો ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ કામદારોને ફરજિયાત સવેતન રજા આપશે, ત્યારે લોકશાહીના આ પર્વમાં રાજ્યના તમામ મતદારો/નાગરિકો ઉત્સાહભેર ભાગ લઈ શકે તથા મતદાનના દિવસે વધુ ને વધુ લોકો તેમનો કિંમતી મત આપી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈ શકે તેવા ઉમદા હેતુથી રાજ્યના ઊર્જા વિભાગની તમામ વીજ કંપનીઓ દ્વારા તા.૦૬/૦૫/૨૦૨૪ થી ૧૨/૦૫/૨૦૨૪ દરમિયાન ઔદ્યોગિક ગ્રાહકો/એકમો દ્વારા જે તે દિવસે સાપ્તાહિક રજા પાળવામાં આવે છે તે દિવસે પણ વીજ પૂરવઠો ચાલુ રહેશે, જેથી તેઓ સાતત્યપૂર્ણ વીજ વપરાશ કરી શકશે.
આમ, તા.૭મીએ મતદાન માટે DGVCL સહિત રાજ્યની તમામ વીજકંપનીઓ ઉદ્યોગ એકમોને તા. ૬ થી ૧૨મી મે ના સપ્તાહ દરમિયાન સાપ્તાહિક રજાના દિવસે પણ વીજળી આપશે એમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ની યાદીમાં જણાવાયું છે.