અંગદાન-મહાદાનના પોસ્ટર અને પ્લે કાર્ડ સાથે જાગૃતતાનો પ્રયાસ
ધી ટ્રેઈન નર્સિસ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ગુજરાત શાખા) દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે વર્ષના અંતિમ દિવસે અનોખી ઉજવણી

સુરત:રવિવાર: ધી ટ્રેઈન નર્સિંસ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ગુજરાત બ્રાન્ચ દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ સ્થિત કિડની બિલ્ડિંગના વોર્ડમાં ‘સેવા પરમો ધર્મ’ના ભાવાર્થ સાથે સેવાકીય પ્રવૃત્તિના આશય સાથે વર્ષ ૨૦૨૪ના વર્ષની પુર્વ સંધ્યાએ મીઠાઈ, ચોકલેટ વિતરણ કરી ફુગ્ગાઓ ઉડાડી રંગમય માહોલ વચ્ચે ૩૧ની ઉજવણી કરવામાં આવી હતી. દિવ્યાંગોને ટ્રાયસીકલ વિતરણ કરી મહાનુભાવોએ અંગદાન-મહાદાનના પોસ્ટર અને પ્લે કાર્ડ સાથે જાગૃતતાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પૂર્વ સ્થાઈ સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલે કહ્યું હતું કે, યુવાનો, વડીલોથી લઈને ભૂલકાઓમાં નવા વર્ષને ભારે ઉત્સાહ હોય છે. ત્યારે હોસ્પિટલમાં દાખલ બાળકોને સાથે ઉજવણી કરી જૂના વર્ષને ગુડ બાય ૨૦૨૩ અને વેલકમ ૨૦૨૪ કરી અનોખી ઉજવણી કરી હતી. પારિવારિક માહોલમાં પરિવાર સાથે વોર્ડમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી મેડિકલ ફેકલ્ટી ડીન અને સિન્ડિકેટ મેમ્બર ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, આર.એમ.ઓ ડો. કેતન નાયક, મેડિસીન વિભાગના વડા ડો. કે. એન.ભટ્ટ, નર્સિંગ કોલેજના પ્રોફેસર કિરણ દોમડીયા, નર્સિંગ અસો. વિભોર ચુગ સહિત એસો.ના હોદ્દેદારો, પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.