નવચેતન અદાણી વિદ્યાલયમાં સન્માન થીમ સાથે રસોત્સવની ઉજવણી થઈ
નવચેતન અદાણી વિદ્યાલયમાં સન્માન થીમ સાથે રસોત્સવની ઉજવણી થઈ
હજીરા, સુરત : નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ ખાતે તારીખ 30/12/2023 ના રોજ આદર-સન્માનની કેંદ્રવર્તી થીમ આધારિત રસોત્સવની ઉજવણી થઈ હતી. આ ઉજવણીનું મુખ્ય હેતુ સમાજના લોકોમાં પર્યાવરણ અને પ્રકૃતિના તત્વોનું મહત્વ સમજે, ગુરૂઓ અને વડીલો તેમજ પોતાના દેશ પ્રત્યે માન, સમ્માનની ભાવના જાગે. સમાજ સેવકોની પ્રવૃત્તિઓ પ્રત્યે આદર જન્મે તેમજ ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવી રાખનાર ભાષા, લોકનુત્યોનું મહત્વ સમજી એનાં પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે એ હતો. આ બધાને આવરી લેતી કૃતિઓમાં પ્રકૃતિ ગીત, માનવતા ગીત, સાહિત્ય ગીત અને અભિનય ગીતો, મૂક નાટકો રજૂ કરાયા હતા. દરેક વિદ્યાથીને મંચ ઉપર જવાનું મળે જેથી આત્મવિશ્વાસ આવે એનું ધ્યાન રખાયું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ વકીલ (એસીપી, સુરત પોલીસ)ની સાથે નવચેતન મંડળના હોદ્દેદારો અને આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી થઈ હતી. નવચેતન સંકુલના આચાર્યો, શિક્ષકો, સહ-કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. મહેમાનશ્રીને શાલ ઓઢાડી આવકારવામાં આવ્યા તેમજ તુલસીનો છોડ અને પુસ્તક પ્રતીક ભેટરૂપે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. નવચેતન વિકાસ મંડળના પ્રમુખ ભગુભાઈ એમ પટેલ, અદાણી કોર્પોરેટ અફેર્સના ભાવેશભાઈ ડોંડા, અદાણી ફાઉન્ડેશનના એજ્યુકેશન કો- ઓર્ડીનેટર વિરાજબેન વોરાએ બાળકોની તૈયારી અને તેમની અભિનય કળાને પ્રોત્સાહન આપતા વિચારો રજૂ કર્યા.