લટકતા દોરા પક્ષીઓ માટે ફાંસીના ગાળીયા સમુ કામ કરે છે જે હટાવી લેવા એનીમલ હેલ્પલાઈનની સંવેદનાસભર અપીલ

- ઘર પર, ટેરેસ પર, ઓફિસ પાસે, વિજળીના થાંભલા પર, જાહેર સ્થળોએ લટકતા દોરા પક્ષીઓ માટે ફાંસીના ગાળીયા સમુ કામ કરે છે જે હટાવી લેવા એનીમલ હેલ્પલાઈનની સંવેદનાસભર અપીલ.
- આવા ગાળીયા હટાવીને ૧ (એક) ક્લિો પતંગની દોરીના ગુચ્છા જે મિત્રો એનીમલ હેલ્પલાઈન— કરૂણા ફાઉન્ડેશનની ઓફિસે જમા કરાવશે તેને માનદ પુરસ્કાર રૂપે ૧૫૧ રૂપીયા અપાશે.
સમગ્ર રાજયમાં મકર સંક્રાંતિપર્વ ખુબ જ હર્ષોલ્લાસથી ઉજવાય છે અને પારંપારિક રીતે આકાશ આખું ઉડતી પતંગોથી મઢાઈ જાય છે. મકરસંક્રાતિનાં પાવન પર્વ નિમિતે લાખો પતંગો આકાશમાં ઉડતી હોય છે. લોકો અજાણતાં જ ચાઇનીઝ દોરા/કાચનાં પાકા માંજા,પાયેલાં દોરાનો ઉપયોગ પતંગ ઉડાડવામાં કરી પક્ષીઓનાં જીવનનો અંત લાવવામાં નીમીત બને છે. ઘણા વિસ્તારોમાં વીજળીના તાર પર, ઝાડ પર, અગાસી ઉપર, બિલ્ડીંગો પર, છત પર, ટી.વી. એન્ટેના ટાવર વિ. પર અનેક જગ્યાએ લટકતાં દોરા તેમજ કપાયેલા ફાટેલાં પતંગો જોવા મળે છે જે અબોલ વિહરતાં પક્ષીઓ માટે સંસીનાં ગાળીયા સમુ કાર્ય કરે છે. આ દોરા તાત્કાલીક હટાવી લેવા સંવેદનાસભર અપીલ અને અબોલ જીવોનાં પ્રાણદાનમાં ઉપયોગી થવા ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય, નેશનલ એડવાઈઝરી કમિટીના માનદ સલાહકાર, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં મેમ્બર મિતલ ખેતાણી, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા સહિતનાઓએ વિનંતી કરી છે.
આવા ગાળીયા હટાવીને ૧ (એક) કિલો પતંગની દોરીના ગુચ્છા જે મિત્રો એનીમલ હેલ્પલાઈન–કરૂણા ક્ષઉન્ડેશનની ઓફિસે જમા કરાવશે તેને માનદ પુરસ્કાર રૂપે ૧૫૧ રૂપીયા અપાશે. ગુચ્છા તા.૧૯/૦૧/૨૦૨૪ ને શુક્રવારે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, ‘જનપથ’, તપોવન સોસાયટી–૨ નો ખૂણો, અક્ષર માર્ગ, સરાઝા બેકરી પાસે, રાજકોટ ખાતે જમા કરાવવાના રહેશે.