શિનોર નર્મદા નિગમની નજીક રસ્તાઓના હાલ બેહાલ, વાહન ચાલકો પરેશાન

શિનોર નર્મદા નિગમની નજીક રસ્તાઓના હાલ બેહાલ, વાહન ચાલકો પરેશાન
શિનોર તાલુકામાં નર્મદા નિગમની કેનાલ ની બાજુ માં બનાવેલ ડામરના રસ્તાઓ હાલમાં નિગમની દેખરેખ ના હોવા ઉપરાંત કોઈ જોનાર ના હોય તમામ રસ્તાઓ તૂટી ગયા છે અને ઘણી જગ્યાએ તો કેનાલની પાળ પણ તૂટી ગયેલ છે, સ્ટાફ માટે બનાવેલ રૂમો સદંતર ખંડેર અને પંપ ના લોખંડના મટીરીયલ્સ લોકો ચોરી ગયા છે. છતાં નિગમનું તંત્ર ઘોર નિંદ્રામાં છે.
શિનોર તાલુકાના માંજરોલ, મીઢોળ થઈ દિવેર અને રણાપુર તરફ તથા ટીંબરવા થી તરવા, વેમાર ,બાણજ અને ટીમ્બરવા થી અવાખલ,અચીસરા ,પુનિયાદ સહિત કુકસ થઈ સીમળી નર્મદા નિગમની નહેરો ની બાજુમાં બનાવેલ ડામરના રસ્તાઓ તંત્ર દ્વારા સાર સંભાળ ના લેવાના કારણે હાલમાં તદ્દન તૂટી ગયા છે . અને ઠેર ઠેર રસ્તા પર ઊંડા ખાડા પડી ગયા છે તદ ઉપરાંત કેનાલમાંથી બક નળી દ્વારા ખેતરોમાં પાણી લેવા માટે ખેડૂતો દ્વારા રોડ ખોદીને પાઇપો નાખ્યા પછી પુરાતા ના હોવાથી અવિરત ખાળાઓ પડી ગયા છે,અને ઘણીવાર ફોરવીલ ગાડી ખાડામાં પડી ઠોકાવાથી ગાડીને તથા અંદર બેઠેલા ને ભારે નુકસાન જાય છે. નર્મદા નિગમ દ્વારા ઠેર ઠેર પાણી રોકવા અને પાણી છોડવા માટે બનાવેલા લોખંડના પંપો નું લોખંડનું મટીરીયલ કોઈ હરામ ખોરો ચોરી ગયા છે. તથા થોડા થોડા અંતરે સાર સંભાળ માટે બનાવેલ સ્ટાફ રૂમો સદંતર બેકાર બની ગયેલ છે ,અને ઝેરી જાનવરો માટેનું આશ્રયસ્થાન બનેલ છે. નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓ આ કેનાલ ની આજુબાજુ બનેલા રસ્તાઓ તથા પાણી છોડવા અને રોકવા બનાવેલા લોખંડના પંપો તથા સ્ટાફ ક્વાટર્સ ની મુલાકાત લઈને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ,તે નિહાળી તેનો કાયમી ઉકેલ લાવવા પ્રયત્ન કરે એવી કેનાલની આજુબાજુના ખેડૂતો સહિત અવરજવર કરનાર લોકોની માંગ છે. સરકારને કરોડો રૂપિયાનું થયેલ આ નુકસાન બદલ નર્મદા નિગમનું તંત્ર જવાબદાર છે એવું લાગી રહ્યું છે કારણકે નિગમનો તગડો પગાર દેખરેખ રાખનાર તમામ અધિકારી અને કર્મચારીઓ લઈ રહ્યા છે ,પરંતુ પોતાની સાચી ફરજનું ભાન કોઈને થતું નથી ,વહેલામાં વહેલી તકે આ તમામ રસ્તાઓ તથા તૂટી ગયેલ પાળ અને આજુબાજુ ઊગી નીકળેલ ઝાડી ઝાંખરા નું કટીંગ કરાવે એ નિગમની નહેરોની માવજત માટે ખૂબજ મહત્વનું છે.