સ્પોર્ટ્સ
નવયુગ કોમર્સ કોલેજના ખેલાડીઓ કરાટે સ્પર્ધામાં ઝળકયા

નવયુગ કોમર્સ કોલેજના ખેલાડીઓ કરાટે સ્પર્ધામાં ઝળકયા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ કરાટે સ્પર્ધા યુનિવર્સિટી ખાતે યોજાય હતી. આ સ્પર્ધામાં નવયુગ કોમર્સ કોલેજના ખેલાડીઓએ ભાગ લીધો હતો.જેમાં(૧)શ્રી.દેવર્ષિ જગદિશભાઇ ત્રિપાઠીએ ૮૪કિ.ગ્રામ. ગ્રૂપમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો. (૨)શ્રી.નીલ નવિનભાઇ પ્રજાપતીએ ૭૫ કિ.ગ્રામ. ગ્રૂપમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો. આ ખેલાડીઓએ ઉત્ક્રુષ્ટ દેખાવ કરી સમગ્ર યુનિવર્સિટીમાં નવયુગ કોમર્સ કોલેજનું ગૌરવ વધાર્યું. આ ખેલાડીઓને કોલેજના આચાર્યશ્રી.ડો.વિનોદભાઇ એન. પટેલ તથા શારિરીક શિક્ષણના આસી.પ્રો. સી. કે. અસારિયા, પ્રો.ડો.બ્રિજેશભાઇ એસ. પટેલ તેમજ કોલેજ પરિવારે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા.



