ક્રાઇમ

જીલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલ રૂંઢ ગામના લોકોની મહામુલી જમીન વર્ષ ૧૯૯૫માં રેલ અસરગ્રસ્તો ફાળવવામાં આવી હતી

  •  જીલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલ રૂંઢ ગામના લોકોની મહામુલી જમીન વર્ષ ૧૯૯૫માં રેલ અસરગ્રસ્તો ફાળવવામાં આવી હતી ત્યારે આ જમીન હવે કુટીર ઉધોગો માટે ફાળવવામાં આવી છે જો કે ગ્રામજનોએ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સામે બિલ્ડરો સાથે મળી આ જમીન હડપી લેવાના આક્ષેપ કર્યા છે.

સ્માર્ટ સિટી સુરત વિકાસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે.. ગગનચુંબી ઇમારતો બાંધવા બિલ્ડરો અને પ્રશાસન મથામણ કરી ઈમારતો બનાવી રહ્યું છે…ત્યારે શહેરમાં જમીનોની કિંમત ખૂબ જ વધી રહી છે અને જમીન હડપવાની ઘટનાઓ પણ બની રહી છે…ત્યારે સુરતમાં રૂંઢ ગામે સ્થાનિકોની જમીન રેલવે અસરગ્રસ્તોને ફાળવવામાં આવી હતી..વર્ષ 1995 થી રેલ અસરગ્રસ્ત ઈસમોને જમીન સંપાદન કરવામાં આવી હતી. ત્યારબાદ 2002માં આ જમીનો અર્બનહાર્ટ પ્રમાણે કુટીર ઉદ્યોગ માટે વિનામૂલ્યે મંજૂરી આપી દેવામાં આવી હતી.. આ અંગે ગ્રામજનોએ જમીન પરત મેળવવા અવારનવાર રજુઆત કરી છે ત્યારે આ મામલે ગ્રામજનોએ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સામે બિલ્ડરો સાથે મળી આ જમીન હડપી લેવાના આક્ષેપ કર્યા છે. આ મામલે રુંઢ ગામના તેજસ પટેલે જણાવ્યું હતું કે , જમીન મામલે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે…છેલ્લા 30 વર્ષથી અમને ન્યાય મળ્યો નથી. ગ્રામજનોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને તાત્કાલિક ઘર ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button