ગુજરાત
માર્ગ અને મકાન વિભાગ ૨ દ્વારા બારડોલી તાલુકાના મોતા ગામે ARTOનું કામ પ્રગતિ હેઠળ

માર્ગ અને મકાન વિભાગ ૨ દ્વારા બારડોલી તાલુકાના મોતા ગામે ARTOનું કામ પ્રગતિ હેઠળ
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ-૨ દ્વારા મોતા ગામમાં ARTOનું કામ પ્રગતિ હેઠળ છે. જેમાં બારડોલી તથા આસપાસના વિસ્તારમાં વાહન વ્યવહાર અને પરિવહન વિભાગ સંબંધિત તમામ વહીવટી કામગીરી માટેની સરકારી કચેરી બનશે. જેમકે, નવા વાહનની નોંધણી (Registration) અને RC બુક જારી કરવી, લર્નિંગ લાઈસન્સ, ડ્રાઈવિંગ લાઈસન્સ અને તેનું રીન્યુઅલ, વાહન ફિટનેસ સર્ટિફિકેટ, ટેક્સ, દંડ અને પરમિટની વસૂલાત, એડ્રેસ ચેન્જ, ઓનરશિપ ટ્રાન્સફર, NOC સહિતની પરિવહન સંબંધિત સેવાઓ પ્રાપ્ત થશે.



