ઉતરાજ ગામે ભક્તિ, શક્તિ માતાજી ના માંડવાની સ્થાપના અને સેવાના ત્રિવેણી સંગમે શાળાના બાળકોને પ્રીતિ ભોજન કરાવાયું

ઉતરાજ ગામે ભક્તિ, શક્તિ માતાજી ના માંડવાની સ્થાપના અને સેવાના ત્રિવેણી સંગમે શાળાના બાળકોને પ્રીતિ ભોજન કરાવાયું
આજરોજ તારીખ 13 એપ્રિલ 2026 ને સોમવારના દિવસે શિનોર તાલુકાના ઉતરાજ ગામે ભક્તિમય વાતાવરણ વચ્ચે એક પ્રેરણાદાયી સેવા કાર્ય સંપન્ન થયું હતું. ગામના આદરણીય છેલાભાઈ વિભાભાઈ ગમારા દ્વારા શક્તિ માતાજી (અંબે માં) ના માંડવાની સ્થાપના કરવામાં આવી હતી. છેલાભાઈએ આ પવિત્ર અવસરે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માંડવાની સ્થાપનાના ઉપલક્ષમાં ઉતરાજ પ્રાથમિક શાળાના તમામ બાળકો માટે પ્રીતિ ભોજન (ભોજન સમારંભ) નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.બાળકોએ હોંશે-હોંશે ભોજન ગ્રહણ કર્યું હતું અને સમગ્ર શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલાભાઈ ગમારાના આ ઉમદા કાર્ય અને બાળકો પ્રત્યેની મમતાને ગ્રામજનો તેમજ સોશિયલ મીડિયા પર ખૂબ જ બિરદાવવામાં આવી રહી છે. ભક્તિની સાથે સામાજિક જવાબદારી નિભાવવાના આ કાર્ય બદલ સૌએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.”ભક્તિ ત્યારે જ સાર્થક બને છે જ્યારે તેમાં સેવાનો સૂર ભળે. છેલાભાઈએ બાળકોને ભોજન કરાવીને સાચા અર્થમાં માતાજીની સેવા કરી છે.” અને ફરી એકવાર સિદ્ધ કર્યું છે કે ઉતરાજ ગામ ઉત્સવ ઉજવણીમાં સર્વોપરી છે.



