ગુજરાત

ગુજરાત પ્રાંથ પદ્મશાલી યુવજના સંગમ દ્વારા મફત સ્તન કૅન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન

ગુજરાત પ્રાંથ પદ્મશાલી યુવજના સંગમ દ્વારા મફત સ્તન કૅન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન
સુરત: સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવા અને સ્ત્રીઓમાં વધતા સ્તન કૅન્સર અંગે સમયસર તપાસ અને સારવાર સુનિશ્ચિત કરવા હેતુસર ગુજરાત પ્રાંથ પદ્મશાલી યુવજના સંગમ દ્વારા મફત સ્તન કૅન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ તારીખ 12 એપ્રિલ, 2026 ના રોજ સવારે 10:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે.કેમ્પનું સ્થળ અંબેમાતા મંદિર, સહજાનંદ સોસાયટી, ગોડાદરા, સુરત ખાતે રાખવામાં આવેલ છે અને
આ કેમ્પમાં અનુભવી તબીબ ડૉ. અમિત આર. ગુપ્તા દ્વારા નિષ્ણાત માર્ગદર્શન અને મફત ચકાસણી કરવામાં આવેલ છે અને સદર કેમ્પ માં લાભાર્થીઓને મફત તપાસનો લાભ આપવામાં આવેલ છે
આ કાર્યક્રમમાં *શ્રીમતી હેમાલી બોઘાવાલા (ભૂતપૂર્વ મેયર, સુરત)*ની વિશેષ ઉપસ્થિતિ માઁ રાખવામાં આવૅલ છે.તેઓએ સૌ મહિલાઓને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
સંગઠન તરફથી જણાવવામાં આવ્યું છે કે “આરોગ્ય જ સાચું ધન છે” અને સમયસરની તપાસ જીવન બચાવી શકે છે. તેથી વધુમાં વધુ મહિલાઓએ આ મફત કેમ્પમાં હાજરી આપી આરોગ્ય ચકાસણી કરાવવી જરૂરી છે. સદર કાર્યક્રમ માઁ ગુજરાત પદ્માશાળી યુવજાના સંગમ ના પ્રમુખ નાગરાજુ સમન્તુલા, મહામંત્રી વેણુ મારા ખજાનચી અંબાદાસ આડેમ, દાસારી શ્રીનિવાસ, નાગેશ એલિગેટ, સતીશ બાલને, શ્રીનિવાસ કોદુનુરી, પ્રભાકર કુ રપાટી,મહિલા મંડળ ના આગેવાનો બેતું લાવન્યા, કોન્ડલે ત્રિવેણી, રાજીતા કોટા, અમ્મુ આપ્પાકાયાળા, અરુણા વેમુલા વોર્ડ નંબર 25 ના બીજેપીના ઉમેદવારો કવિતા બેન એનાગંદુલા, સુષ્મા પાટીલ, સંજય પાટીલ, જયેશ ચાંદેકર હાજરી આપેલ છે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાપોલું ભૂચીરામુલું ઘ્વારા કરવામાં આવેલ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button