આરોગ્ય

ઘાવથી સ્વસ્થતા સુધી પગ બચાવવાનો સંકલ્પ- જીવન બચાવવાની દિશામાં એક મિશન : ડૉ. આશુતોષ શાહ

ઘાવથી સ્વસ્થતા સુધી પગ બચાવવાનો સંકલ્પ- જીવન બચાવવાની દિશામાં એક મિશન : ડૉ. આશુતોષ શાહ
ડાયાબિટિક ફૂટ સામે જાગૃતિ ફેલાવવા માટે રંગભવન હોલ, જીવનભારતી સ્કૂલ, નાનપુરા ખાતે આજરોજ મ્યુઝીકલ ઇવનિંગનું ખાસ આયોજન કરવામાં આવ્યું.
સુરત. તા. ૧૨ એપ્રિલ, ૨૦૨૬ : ડાયાબિટીસની સૌથી વધુ અવગણાતી પરંતુ ગંભીર જટિલતાઓમાંથી એક — ડાયાબિટિક ફૂટ — સામે જાગૃતિ ફેલાવવા માટે સુરતના અગ્રણી પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જન ડૉ. આશુતોષ શાહ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ડાયાબિટિક ફૂટ સામે જાગૃતિ ફેલાવવા માટે રંગભવન હોલ, જીવનભારતી સ્કૂલ, નાનપુરા ખાતે આજરોજ મ્યુઝીકલ ઇવનિંગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના અગ્રણી પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જન ડૉ. આશુતોષ શાહના જણાવ્યા મુજબ, ડાયાબિટીસ સામાન્ય રીતે શુગર કંટ્રોલ સાથે જોડાય છે, પરંતુ તેની સૌથી ખતરનાક અને ઘણી વાર અવગણાતી અસર ડાયાબિટિક ફૂટ છે, જેમાં નાનો ઘાવ પણ ધીમે ધીમે ઇન્ફેક્શન, ટિશ્યૂ ડેમેજ અને અંતે એમ્પ્યુટેશન (પગ કાપવો) સુધી પહોંચી શકે છે. દર 30 સેકન્ડે દુનિયામાં ડાયાબિટીસના કારણે એક પગ ગુમાવવામાં આવે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આવા 70–80% એમ્પ્યુટેશન સમયસર સારવારથી અટકાવી શકાય છે.
મૂળ સમસ્યા: રોગ નહીં, પરંતુ મોડું નિદાન : સમસ્યા સારવારની અછત નથી — પરંતુ સમયસર નિદાન, જાગૃતિ અને સુવ્યવસ્થિત સારવાર સિસ્ટમનો અભાવ છે. ઘણા દર્દીઓને શરૂઆતમાં દુખાવો નથી થતો, એટલે તેઓ ઘાવને અવગણે છે. જ્યારે યોગ્ય નિષ્ણાત સુધી પહોંચે છે, ત્યારે ઘણી વાર ઇન્ફેક્શન વધી ગયું હોય છે. ભારતમાં ડેડિકેટેડ ડાયાબિટિક ફૂટ સેન્ટર્સની અછત અને મલ્ટીડિસિપ્લિનરી અભિગમના અભાવને કારણે સારવાર તૂટક બને છે — જે અંતે દર્દીને પોતાનો પગ ગુમાવવો પડે છે.
સંપૂર્ણ ઉકેલ: મલ્ટીડિસિપ્લિનરી “વન-સ્ટોપ” લિમ્બ સેલ્વેજ સેન્ટર : 1. Elegance Diabetic Foot & Ulcer Clinic (Adajan), 2. Elegance Diabetic Foot & Ulcer Clinic (Vesu). આ બંને સેન્ટર્સ ડાયાબિટિક ફૂટના દર્દીઓ માટે સંપૂર્ણ “વન-સ્ટોપ સોલ્યુશન” તરીકે કાર્ય કરે છે.
અહીં સારવારમાં સમાવેશ થાય છે: બ્લડ સર્ક્યુલેશનનું મૂલ્યાંકન, ઇન્ફેક્શન કંટ્રોલ અને વાઉન્ડ મેનેજમેન્ટ, પ્રેશર ઓફલોડિંગ ટેકનિક, શુગર કંટ્રોલ, સર્જિકલ અને રિકન્સ્ટ્રક્ટિવ સારવાર, પુનર્વસન (રીહેબિલિટેશન). ઘણા એવા ક્રોનિક અલ્સર, જે 2 મહિના સુધી પણ નથી ભરાતા, તેઓ અહીં માત્ર 21 દિવસમાં સુધારો દર્શાવે છે અને ઝડપથી ભરાવા લાગે છે.
જાગૃતિ : દરરોજ પગની તપાસ કરો, નંગા પગે ન ચાલો, યોગ્ય ફૂટવેર પહેરો, નાનો ઘાવ અવગણશો નહીં, સમયસર ડોક્ટરની સલાહ લો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button