ગુજરાત

બેંક ઓફ ઇન્ડિયા, ગાંધીનગર સર્કલે એસબીઆઈ 70 મા બેંક દિવસની ઉજવણી કરી

બેંક ઓફ ઇન્ડિયા, ગાંધીનગર સર્કલે એસબીઆઈ 70 મા બેંક દિવસની ઉજવણી કરી

એસ.બી.આઈ.ના 70મા બેંક ડે નિમિત્તે ગાંધીનગર સર્કલે દિવસની શરૂઆત અમારા તમામ લોકલ હેડ ઓફિસના સ્ટાફને પુષ્પ અને મીઠાઈઓ આપીને કરી હતી. ત્યારબાદ સીએમસી સભ્યોના નેતૃત્વ હેઠળ તમામ સ્ટાફ સભ્યો દ્વારા બેંક ડેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. રેડક્રોસની મદદથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને 101 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.
સાંજે ઓડીટોરીયમ લોકલ હેડ ઓફિસ ગાંધીનગર ખાતે સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમદાવાદ સર્કલ, ચીફ જનરલ મેનેજર શ્રી બાલાજીકુમાર સિંહસામંત એ ઉપસ્થિત સ્ટાફને સંબોધન કર્યું હતું અને એસબીઆઈની આવનારા વર્ષોમાં થયેલી સફર અને આવનારા વર્ષોમાં એસબીઆઈના વિઝન વિશે જણાવ્યું હતું. મ્યુઝિકલ પ્રોગ્રામ બાદ તમામ ઉપસ્થિતો માટે ડિનરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
૦૧/૦૭/૨૦૨૫ ના રોજ ૭૦માં સ્ટેટ બેંક ડેની ઉજવણી કરતા જુન-૨૦૨૫ દરમિયાન આયોજિત ૧૦૫ રકતદાન કેમ્પમાં કુલ ૯૦૩૮ યુનિટ રક્ત બોટલ એકત્રીત કરવામાં આવ્યા હતા . તમામ દાતાઓની સરાહના કરવામાં આવી હતી, અને આ ઉમદા કાર્યમાં ફાળો આપવા બદલ દાતાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button