ચૂંટણી ફરજ પરના પોલીસ અધિકારી, કર્મચારીઓએ અઠવાલાઈન્સ સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

ચૂંટણી ફરજ પરના પોલીસ અધિકારી, કર્મચારીઓએ અઠવાલાઈન્સ સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
૧૫૯-સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તારના કેટેગરી-૨ ના ૫૬૭ પોલીસ અધિકારી-કર્મચારીઓ, હોમગાર્ડઝએ પોસ્ટલ બેલેટથી મતાધિકારનો ઉપયોગ કર્યો
સુરત:મંગળવાર: ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મીઓ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. પોલીસકર્મીઓ અને હોમગાર્ડઝ તથા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલા ફોર્મ-૧૨ તેમના સંબંધિત મત વિભાગના ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવામાં આવ્યા હતા, જેના અનુસંધાને ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલીસ અધિકારી-કર્મચારીઓએ અઠવાલાઈન્સ સ્થિત પોલીસ લાઈન કેમ્પસ, પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે ઉભા કરાયેલા આદર્શ મતદાન કેન્દ્ર પર પોસ્ટલ બેલેટથી મત આપી વોટીંગ પ્રક્રિયામાં સહભાગી થયા હતા.
પોસ્ટલ બેલેટથી વોર્ટીગની પ્રક્રિયામાં સમગ્ર દિવસ દરમિયાન ૧૫૯-સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તારના કેટેગરી-૨ ના ૫૬૭ પોલીસ અધિકારી-કર્મચારીઓ, હોમગાર્ડઝએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અઠવાલાઈન્સના પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ડી.સી.પી. (ક્રાઈમ બ્રાન્ચ) બી.પી. રોઝીયા, ACP (જી ડિવિઝન, પોસ્ટલ બેલેટ પોલીસ નોડલ) વી.આર. મલ્હોત્રા, DCBના પી.આઈ શ્રી કે. આઈ મોદી, પી.આઈ સર્વશ્રી જે.એન.ઝાલા, એસ.એન.પરમાર, જે.એન, ગૌસ્વામી, એ.એન.મોરી સહિત પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તારના પોલીસ સ્ટાફ સહિત હોમગાર્ડ ક્રમ નં. ૧થી ૫૦૦એ પોસ્ટલ બેલેટથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે બાકી રહેલા પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓનું તા.૦૧/૦૫/૨૦૨૪ના રોજ અઠવાલાઈન્સ સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટ મતદાન યોજાશે.