સિધ્ધપુર ગ્રામ્ય વીજ કચેરીનું વિભાજન કરી ખળી ચોકડી ખાતે નવીન કચેરી શરૂ કરવા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની માંગ

સિધ્ધપુર ગ્રામ્ય વીજ કચેરીનું વિભાજન કરી ખળી ચોકડી ખાતે નવીન કચેરી શરૂ કરવા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની માંગ
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની સિદ્ધપુર ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી સિદ્ધપુર મુકામે આવેલ છે સિદ્ધપુર ગ્રામ્યની કચેરી મોટાભાગના તમામ સિદ્ધપુર તાલુકાના ગામોને અને સિદ્ધપુર તાલુકાના અડીને આવતા ઊંઝા તાલુકાના અમુક ગામોને વીજ પુરવઠો પૂરો પાડે છે સિદ્ધપુર તાલુકા ચારે દિશામાં ખૂબ જ લાંબો ફેલાયેલો છે અને સિદ્ધપુર તાલુકાની જનતાનો વ્યવસાય ખેડૂત અને ખેતીથી સંકળાયેલા હોવાથી ખેડૂતોની અરજીઓ, ફરિયાદ તથા કોઈપણ પ્રકારની લાઈટ બિલ કે ડીપી ને લગતી ભલામણો કરવા સારું સિદ્ધપુર ગ્રામ્યની કચેરીએ દૂરથી આવવું પડતું હોય છે સદર કચેરી દૂર હોવાથી ખેડૂત અને નાના વ્યવસાય ધરાવતા તથા છુટક મજૂરી કરતાં લોકોને પોતાના વ્યવસાય બંધ રાખીને સિદ્ધપુર ખાતે ગ્રામ્ય કચેરીમાં આવવું પડતું હોય છે
આવા સંજોગોમાં સિદ્ધપુર ગામે કચેરીમાં આવતા ગામોને વિભાજન કરી નવીન ઓફિસ ચાલુ થાય તો આમ જનતા ખેડૂત નાના વ્યવસાય ધરાવતા લોકોને તકલીફ ના પડે અને સરળતાથી વીજળીને લગતા તમામ કામોનુ ઝડપથી નિરાકરણ થઈ શકે, કોઈ પણ પ્રકારનો વીજફોલ્ટ થયો હોય તો દૂરના ગામોમાં ઝડપથી કર્મચારી જઈ શકે અને લોકોને ઝડપથી સેવા મળી શકે તે સંજોગોમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સદર કચેરીનું વિભાજન કરીને નવીન કચેરીની મંજૂરી આપવા ભલામણ કરવામાં આવેલ છે
સિધ્ધપુર ગ્રામ્ય પેટા વિભાગ કચેરીમાં સિદ્ધપુર તાલુકા તથા ઊંઝા તાલુકાના મળી ૩૯ ગામનો સમાવેશ થયેલ છે જેમાંથી ઉઝા તાલુકાના બ્રાહ્મણવાડા, લીંડી, વરવાડા, વિસોળ, ભુણાવ, જગન્નાથપુરા, કહોડા, કામલી, ખટાસણા એમ ૯ અને સિધ્ધપુર તાલુકાના બીલીયા, ચંદ્રાવતી, કનેસરા, કાયણ, ખળી ,લાલપુર નેદ્રા, પુનાસણ, પુનાસણ એમ ૯ એમ કુલ ૧૮ ગામની ખળી ચોકડી અથવા અન્ય સ્થળે અલગથી પેટા કચેરી ઊભી કરવા માંગણી કરવામાં આવેલ છે