રામનવમીની અનુસંધાને નિકળનાર શોભાયાત્રાઓના રૂટ ઉપર આધુનિક ટેક્નોલોજી સાથેનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યામાં આવશે

રામનવમીની અનુસંધાને નિકળનાર શોભાયાત્રાઓના રૂટ ઉપર આધુનિક ટેક્નોલોજી સાથેનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યા બાબત.
પોલીસ કમિશ્નરશ્રી અનુપમ સિંહ ગહલૌત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આવતીકાલ તા.૧૭/૦૪/૨૦૨૪ ના રોજ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નિકળનાર શોભાયાત્રા અનુસંધાને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી નીચે મુજબની વિગતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે.
સુરત શહેરમાં રામનવમી નિમિત્તેની સુરત રેલ્વે સ્ટેશનથી રાજમાર્ગ થઇ નાવડી ઓવારા સુધી સૌથી મોટી શોભાયાત્રા કાઢવામાં આવનાર છે. જેમાં ઘણી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ભેગા હોય અને આ શોભાયાત્રા શાંતિપુર્ણ રીતે અને કોમી એખલાસથી ઉજવાય તે માટે પોલીસ દ્વારા આ રૂટ ઉપર છેલ્લા ઘણા દિવસોથી રૂટ ઉપર કોમ્બીંગ, વાહન ચેકીંગ તથા પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવેલ.
શાંતીસમિતિના સભ્યોની મિટીંગ યોજવામાં આવેલ છે.
રાંમનવમીના તહેવાર દરમ્યાન કાયદો અને વ્યવસ્થાને અડચણ રૂપ થાય તેવા ઇસમો વિરૂધ્ધમાં અટકાયતી પગલાં લેવામાં આવેલ છે.
આ બંદોબસ્ત દરમ્યાન સુરત શહેર પોલીસ દ્વારા ખાસ પ્રયોજનો કરવામાં આવેલ છે. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓ ઉપર નાકા પોઇન્ટ ગોઠવવામાં આવેલ છે.
તમામ શોભાયાત્રાઓના રૂટ ઉપર આવતા ધાબાઓ ઉપર ડ્રોન કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે. અને શોભાયાત્રાના દિવસે પણ સમગ્ર શોભાયાત્રાનું ડ્રોન કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવનાર છે. તેમજ ૧૦ જેટલા ડ્રોનથી શોભાયાત્રાના રૂટ ઉપર વોચ રાખવામાં આવી રહેલ છે.
રામનવમીના તહેવાર અનુસંધાને નિકળનાર શોભાયાત્રાના તમામ રૂટ ઉપર સી.સી.ટી.વી. કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે અને જે અંગેનો લાઇવ વિડીયો વ્યુઇંગ રૂમ જેમાં 24X7 પોલીસની જુદી જુદી ટીમો દ્વારા સર્વેલન્સ રાખવામાં આવી રહેલ છે. અને આ સર્વેલન્સ બંદોબસ્ત પુર્ણ ન થાય ત્યાં સુધી સતત કાર્યરત રહેશે.
રામનવમીની શોભાયાત્રાના આગલા દિવસે સમગ્ર રૂટ ઉપર એસ.ઓ.જી., પી.સી.બી.. ડી.સી.બી., ઇકોસેલ, સાયબરકાઇમ તેમજ મહિલા સેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ડીપ પોઇન્ટ સુધી પેટ્રોલીંગ કરવામાં આવેલ છે. તેમજ બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવેલ છે.
આજરોજ શોભાયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે.
શોભાયાત્રાના દિવસે સમગ્ર ફૂટ ઉપર ધાબા પોઇન્ટો ગોઠવી દુરબીન દ્વારા સર્વેલન્સ રાખવામાં આવનાર છે.
શોભાયાત્રા દરમ્યાન મહત્તમ બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી કાયદો અને વ્યવસ્થામાં અડચણ ઉભી કરે તેવા ઇસમો ઉપર વિશેષ સર્વેલન્સ કરવામાં આવશે.
આમ, રામનવમીનો તહેવાર તથા શોભાયાત્રા શાંતિપુર્ણ રીતે અને કોમી એખલાસથી ઉજવાય તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવેલ છે.