નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘રાષ્ટ્રીય ડોક્ટર દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી

Surat News: નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા ‘રાષ્ટ્રીય ડોક્ટર દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. નર્સિંગ બહેનો દ્વારા 200થી વધુ તબીબોને શાલ ઓઢાડવામાં આવ્યા અને મોઢું મીઠું કરાવી ડોક્ટર દિવસની ઉજવણી કરી.
નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા એ જણાવ્યું કે ડોકટરનું એક સ્મિત દર્દી માટે દવામાંથી વધારે અસરકારક સાબિત થાય છે. તેમણે કહ્યું કે બાળકના જન્મ પૂર્વે તેમજ જન્મ બાદ આજીવન તેઓના સુખમય સ્વાસ્થ્યની તકેદારી લેતા જીવન રક્ષક-તબીબોની સેવા અને સમર્પણને બિરદાવવા રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે.
કડીવાલાએ વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ લોકોના આરોગ્યની ખેવના પૂરી કરે છે. નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવા પ્રદાન કરવા માટે તબીબો અને નર્સિંગ સ્ટાફ ખુબ જ મહેનત કરે છે. દર્દી અને ડોક્ટર વચ્ચેના પરસ્પર આત્મીયતાની વાત કરતા તેમણે કહ્યું કે, ડોકટરનું એક સ્મિત દર્દી માટે દવાથી વધારે અસરકારક સાબિત થાય છે.
કડીવાલાએ કોરોના મહામારી, રેલ કે પ્લેગ જેવી આફતોના સમયે માનવજીવનને સંકટમાંથી ઉગારતા તબીબોની સેવાને બિરદાવી તથા આરોગ્ય ક્ષેત્રે તબીબો અને નર્સિંગ સ્ટાફની મહત્ત્વની ભૂમિકા વર્ણવી.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો. પ્રીતિ કાપડીયા Dr. Priti Kapadia આર.એમ.ઓ. ડો. કેતન નાયક, સરકારી મેડિકલ કોલેજના ડીન ડો. રાગિણી વર્મા અને અન્ય અધિકારીઓ સહિત તમામ વિભાગના રેસિડન્ટ ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું.
ઉપસ્થિત મહાનુભાવોમાં લોકલ એસો.ના પ્રમુખ અશ્વિન પંડ્યા સિવિલ હોસ્પિટલના નિલેશ લાઠીયા સિવિલના ડોક્ટરો હેડનર્સ અને સ્ટાફનર્સ શામેલ હતા.