સુરતના જૈન મંદિરોમાં આજે ભગવાન મહાવીર સ્વામીનું 2622મું જન્મકલ્યાણક ઉજવવામાં આવશે

સુરતના જૈન મંદિરોમાં આજે ભગવાન મહાવીર સ્વામીનું 2622મું જન્મકલ્યાણક ઉજવવામાં આવશે
સુરત શહેરમાં આવતીકાલને રવિવારે સુરતના જૈન સંઘોમાં ભગવાન મહાવીર સ્વામીનું ૨૬૨૨મું જન્મકલ્યાણક ઉજવવામાં આવશે. આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે જૈન દહેરાસરોને ભવ્ય રોશની સાથે ભગવાનને આંગીની રચના કરવામાં આવશે.
ઘોડદોડ રોડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સરેલા વાડી ખાતે આચાર્ય અપરાજીત સુરીશ્વરજી મહારાજ આદિઠાણાની નિશ્રામાં ભગવાન મહાવીર સ્વામીનું 2622મુ જન્મ કલ્યાણ ઉજવાશે. તે પૂર્વે આચાર્યએ જણાવ્યું હતું કે જીવો ત્રણ પ્રકારના હોય છે હું સુખી થાવ, અમે સુખી થઈએ અને ત્રીજા હું અને અમેની સંકુચિત વાળા મંદિરમાંથી બહાર નીકળી આપણે બધા સુખી થઈએ આવી ભાવનાવાળા જગતમાં
હોય છે. ભગવાન મહાવીરનો આત્મા 11,80,646 માસ ખમણની ઉગ્ર સંયમ સાધના કરી દસમાં દેવલોકે ગયા અને ત્યાંથી અષાઢ સુદ છઠ્ઠની મધ્યરાત્રીએ માતા ત્રીશલાના કુખે અવતર્યા. ચૈત્રસુદ તેરસ ની મધ્યરાત્રીએ ક્ષત્રિય કુન્ડ નગરમાં ત્રિશલા રાણીએ ભગવાન મહાવીરને જન્મ આપ્યો હતો. ભગવાન મહાવીર ના જન્મને આજે 2622 વર્ષ થયા સુરતમાં દરેક સંઘોમાં ઉજવણી કરવામાં આવશે.
તેમજ મહાવીરસ્વામી જિનાલય દેસાઈપોળ જૈન પેઢી પાસે, ખપાટીયા ચકલા, ગોપીપુરા ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરત નગરે સૌ પ્રથમવાર ગોપીપુરા દેસાઈપોળ જૈન પેઢી પાસે આવેલ કલિકાલમાં કલ્પતરૂ સુરતના અતિ પ્રાચીન પરમાત્મા ન ભૂતો-ન ભવિષ્ય 419 વર્ષ પ્રાચીન ખૂબ ઓછા વિરલ આત્માઓ શ્રી મહાવીરસ્વામી જિનાલય આવશે.
ચરમ તીર્થાધિપતી મહાવીરસ્વામી પરમાત્માના જન્મ કલ્યાણક દિને મહાપૂજા યોજાશે, જેમાં ૪૧૯ વર્ષ થી વધુ પ્રાચીન શ્રી મહાવીરસ્વામી પરમાત્મા તથા અન્ય તમામ પરમાત્માની ભવ્ય અંગરચના ૪૧૯ વર્ષ પ્રાચીન રજત જડિત રથના દર્શન અને સુવર્ણ જડિત પ્રાચીન ગહુલીઓ ના દર્શનની સાથે નયન રમ્ય પુષ્પોનો શણગાર કરવામાં આવશે તેમજ દિવડાઓની અદ્ભુત રોશની કરાશે.
આ ઉપરાંત દેવ વિમાન જેવું શણગારેલું જિનાલય મનમોહક આંગી, (અલૌકિક) રંગોળી, કાચના રંગીન મીનાકારી વર્કથી બનાવેલ શત્રુંજય, આબુજી આદિના પટ તેમજ ચંડકોશિક દિવાલ પ્રાચિન ચિત્રાવલી વગેરે ઘણી બધી વાસ્તવિક અજાયબીયોને સુરતના નગરજનો સમક્ષ દર્શનાર્થે મુકવામાં
ઘોડદોડ રોડના મંદિરે જૈન શ્રાવકોને ૧૫ હજારથી વધુ લાડુંનો પ્રસાદ અપાશે જ્યારે ગોપીપુરાના મહાવીર સ્વામી જિનાલયે મહાપૂજાનું આયોજન