વ્યાપાર

Central Bank Of India સુરતની સંપૂર્ણ મહિલા સંચાલિત બેકનો આજરોજ મેયર દક્ષેશ માવાણી ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

સંપૂર્ણ મહિલા સંચાલિત central bank of india ની સુરત ક્ષેત્રની પ્રથમ શાખાનું આજરોજ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર દક્ષેશ માવાણી ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો

સુરત: Central Bank Of India દ્વારા એક નવા અભિગમ થકી મહિલાઓ સંચાલિત સમગ્ર ભારતમાં 90 થી વધુ શાખાનું ઉદ્ઘાટન કરવાના અભિયાનનું બીડું ઝડપ્યું છે મહિલાઓ આત્મનિર્ભર અને સ્વાવલંબી બને જેમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા પણ પોતાનું યોગદાન આપવા જઈ રહી છે જે અંતર્ગત સુરત શહેરની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની પ્રથમ શાખા જે ફક્ત મહિલાઓ સંચાલિત હશે જેનું આજરોજ અલથાણ ખાતે મેયર દક્ષેશ માવાનીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ના રિજનલ હેડ મનીષ વર્મા, DGM આલોક ચંદ, ચીફ મેનેજર મિથીલેશકુમાર, અલથાણ બ્રાન્ચ મેનેજર સોનીકુમારી, રુસ્તમપુરા બ્રાન્ચ મેનેજર પાયલ પટેલ તેમજ અન્ય મહિલા કર્મચારીગણ ઉપસ્થિત રહ્યો હતો.

સ્ત્રી સશક્તિકરણની વાતો ફક્ત વાતો પૂરતી સીમિત ન રાખી Central Bank Of india એ સાચા અર્થમાં કામગીરી કરી બતાવી છે આજની નારીને ફક્ત એક તકની જરૂર છે તે તક હાલ તો સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા પૂરી પાડી રહી છે અને દેશમાં 90 શાખાઓ એવી હશે જેનું સંચાલન ફક્ત મહિલાઓ કરતી હશે વધુમાં રીજનલ હેડ મનીષ વર્માએ જણાવ્યું હતું કે અમે અનુભવ્યું છે કે મહિલાઓ પોતાના કાર્યમાં વધુ ચીવટ અને ખંતથી પોતાનું યોગદાન આપતી આવી છે જેના કારણે જ આજે અમને મહિલા સંચાલિત શાખા શરૂ કરવાનો વિચાર આવ્યો છે અને તેને પૂરું કરવાનું બીડું અમે ઝડપ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button