શિક્ષા

નવચેતન અદાણી વિદ્યાલય ખાતે બાળદિનની ઉજવણી

નવચેતન અદાણી વિદ્યાલય ખાતે બાળદિનની ઉજવણી

હજીરા, સુરત તા.૧૪

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્મદિવસ ૧૪મી નવેમ્બરને બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે નવચેતન અદાણી વિદ્યાલય, જૂનાગામ ખાતે બાળદિનની ઉજવણીના ભાગરૂપે આનંદમેળાનું આયોજન થયું હતું. વિદ્યાર્થીઓ માટે મનોરંજન, વાંચન, રમત, કળા શીખે એવા ૧૬ સ્ટોલ હતા. ગેમ ઝોનમાં સાપસીડી, પોપ અપ, થ્રો & વિન, રીંગ પાસ જેવી રમત. આર્ટ ગેલેરીમાં રંગોનો જાદુ, ક્રાફ્ટ સ્ટોલ ઉપર વિદ્યાર્થીઓએ બનાવેલ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ, ઘરેણાંનું વેચાણ કેન્દ્ર, સેલ્ફી ઝોન, ફૂડ કોર્નરમાં વિવિધ વાનગીઓના સ્ટોલ હતા. TLM કોર્નરમાં પ્રથમ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બનાવેલ શૈક્ષણિક સાધનોનું પ્રદર્શન યોજાયું હતું. આનંદ મેળા દરમિયાન ગાયન વૃંદનાં વિદ્યાર્થી સભ્યો દ્વારા સ્વાગત ગીત, લોકગીત, ભજન સંગીતના સૂરમય શબ્દો સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓએ આનંદ માણ્યો હતો. આનંદ મેળોની ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ચીવટતા, ચોકસાઈ, સ્વચ્છતા, હિસાબ રાખવાની આવડત,વાનગી અંગેની સમજ, વેપાર કરવાની ત્રેવડ, વસ્તુઓનું મૂલ્ય, ખર્ચ અને નફો, નુકસાન વગેરે શીખી શકે તેમજ વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી આવડતને ઓળખી કલ્પનાશક્તિ સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય એ હતો. વિદ્યાર્થીઓ સાથે વાલીઓ, શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓ પણ આ મેળાના સહભાગી બન્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button