એન્ટરટેઇનમેન્ટ

તહેવારોની આ ઋતુમાં આવી રહી છે ફિલ્મ “વાર તહેવાર”, 2 ઓગસ્ટથી સિનેમાઘરોમાં થશે રિલીઝ

ગુજરાત : પ્રેમનો ભવ્ય તહેવાર માણવા તૈયાર થઈ જાઓ કારણકે પ્રેમની  પરિભાષા સમજાવતી ફિલ્મ “વાર તહેવાર” 2 ઓગસ્ટ, 2024ના રોજ  સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આજની જનરેશનની વાત કહેતી સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ છે “વાર તહેવાર.” અત્યાર સુધી ઘણી પારિવારિક ગુજરાતી ફિલ્મો આવી રહી છે પરંતુ આ ફિલ્મ કાંઈક અલગ જ છાપ છોડી જાય તેવી છે. માંગલ્ય મીડિયા &એન્ટરટેઇન્મેન્ટ એલએલપીના બેનર હેઠળ બનેલ અને મનીષ દેસાઈ તથા રીટા દેસાઈ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મ પરિવારના ઈમોશન્સ અને કોમેડીનો સમન્વય ધરાવે છે જે જરૂરથી સફળ સાબિત થશે.

ચિન્મય પી પુરોહિત, આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર છે. ફિલ્મના મુખ્ય પાત્રોમાં પરીક્ષિત તમાલીયા, એમ મોનલ ગજ્જર અને ટીકુ તલસાણીયા સજેવા દિગ્ગજ કલાકારો છે. તે સાથે ફિલ્મમાં અરવિંદ વૈદ્ય જેવા ઊંચા દરજ્જા ના જાણીતા એક્ટર પણ  ખાસ રોલમાં જોવા મળશે. તેમની સાથે જ આંચલ શાહ, અનુરાગ પ્રપન્ન, કલ્પેશ પટેલ, કલ્પના ગગદેકર, ભૂમિકા પટેલ જેવા કલાકારો ચાર ચાંદ ઉમેરશે. જાણીતી અભિનેત્રી મનીષા પુરોહિત અને અલીશા પ્રજાપતિ પણ મહેમાન કલાકાર તરીકે પણ જોવા મળવાના છે.

આ ફિલ્મનું શુટિંગ અમદાવાદમાં થયું છે. અને આ ફિલ્મમાં 4 ગીતો છે. જેમાંથી એક ગીત બોલીવુડના જાણીતા સિંગર શાન એ અવાજ આપ્યો છે.  ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીયે તો ફિલ્મમાં અભિનેત્રી એમ મોનલ ગજ્જર એક મનોવિજ્ઞાનીક પ્રીતલ પાઠકની ભૂમિકામાં છે તો પરાક્ષિત ટમાલીયા રોબોટિક એન્જીનીયર શુભ મેહતાના રોલમાં જોવા મળશે.

એટલે કે ફિલ્મના હીરો અને હિરોઈન જેઓ આજની જનરેશનને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે. ફિલ્મના મુખ્ય નાયક શુભ મેહતા (પરીક્ષિત)નું સપનું છે એક આર્ટિફિશિયલ હાર્ટ બનાવવાનું. જેની સાથે એક રોબોટ પણ છે જે માનવ સંબંધોની વ્યાખ્યા પોતાની રીતે કહે છે. આ બંને કઈ રીતે મળે છે અને તેમના વચ્ચે પ્રેમ થશે કે નહિ અને જો થશે તો બંનેના દિલ જોડાશે કે તૂટશે ? તે તો આ ફિલ્મ થકી જ જાણવા મળશે. ફિલ્મનું મુખ્ય કેન્દ્ર ઈમોશન્સ અને બે પેઢી વચ્ચેની વિચારધારાનું અંતર એ આ ફિલ્મ થકી ઘણું શીખવાડશે.

ટીકુ તલસાણીયા ફિલ્મમાં મોનલના પિતા તરીકે પોતાના આ વિચારોને મજાથી આ ફિલ્મમાં મૂક્યા છે તેવું દેખાઈ રહ્યું છે. ટીકુ તલસાણીયા જેવા જાણીતા અભિનેતાના પરિપક્વ અભિનય, કોમેડી ટાઈમિંગ તો જગ જાહેર છે. તેમ જ એક પિતાની સંવેદનાને, પિતાની ચિંતાને પણ તેમણે અદભુત રીતે ફિલ્મમાં બતાવી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ, પ્રોડક્શન વેલ્યૂ અને મ્યુઝિક સરાહનીય છે.

 

આપણને તહેવારોમાં રંગવા અને પ્રેમની ભાષામાં તરબોળ કરવા “વાર તહેવાર” આવી રહી છે 2જી ઓગસ્ટ, 2024ના રોજ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button