કોંગ્રેસમાં નવાબો, બાદશાહો અને સુલતાનો વિરુદ્ધ બોલવાની હિંમત નથીઃ વડા પ્રધાન મોદી

કોંગ્રેસમાં નવાબો, બાદશાહો અને સુલતાનો વિરુદ્ધ બોલવાની હિંમત નથીઃ વડા પ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે કહ્યું કે તેઓ (કોંગ્રેસ) રાજાઓ અને મહારાજાઓ વિશે વાત કરે છે. પરંતુ તેમનામાં નવાબ અને સુલતાન વિશે વાત કરવાની હિંમત નથી. આ વીડિયોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એક રેલીને સંબોધતા કહી રહ્યા છે કે, “ભારતમાં રાજાઓ- મહારાજાઓનું શાસન હતું, તેઓ જે ઈચ્છે તે કરતા હતા, તેમને કોઈની જમીન જોઈતી હતી, તેઓ તેને છીનવી લેતા હતા. કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકર્તાઓએ દેશની જનતા સાથે મળીને આઝાદી મેળવી, લોકતંત્ર લઈને આવ્યા અને
દેશ માટે બંધારણ મેળવ્યું.રાજકુમાર કહે છે કે, ભારતના રાજા મહારાજા ગરીબોની જમીન છીનવી લેતા હતા. કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી. જેણે આપણા સેંકડો મંદિરોને તોડયા અને અપવિત્ર કર્યા. કોંગ્રેસના રાજકુમારને આપણા રાજાઓ અને સમ્રાટોના યોગદાન યાદ નથી. તેમણે કહ્યું કે આ લોકો વોટ બેંકની રાજનીતિ માટે રાજાઓ અને બાદશાહો વિરુદ્ધ બોલે છે પરંતુ નવાબો, બાદશાહો અને સુલતાનો વિરુદ્ધ એક શબ્દ પણ બોલવાની તેમની હિંમત નથી.