ધર્મ દર્શન

દરજી પરગણા સમાજ દ્વારા કુળદેવી મહાકાલી માતાજીના મંદિરે ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન

દરજી પરગણા સમાજ દ્વારા કુળદેવી મહાકાલી માતાજીના મંદિરે ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન
શિનોર દરજી પરગણા સમાજ દ્વારા કુળદેવી મહાકાલી માતાના મંદિરે નવચંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના મોટી સંખ્યામાં લોકોએ નવચંડી યજ્ઞ અને દર્શન સહિત મહા પ્રસાદીનો લાભ લીધો હતો.
શિનોર મુકામે અઢીભાગ માં મહાકાળીમાતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે દર વર્ષે ની જેમ ચૈત્ર માસમાં ચાલુ વર્ષે તા.7/4/26 ને મંગળવાર ના શુભ દિવસે દરજી પરગણા સમાજ દ્વારા નવચંડીયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામ પરગામના દરજી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સવારે 7 વાગે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો. બપોરે 2 વાગે ધજા ચઢાવવા માટે ની ઉછરામની કરવામાં આવી હતી. તેમજ સમાજ શિક્ષિત બને તે માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોપડા નુ વિતરણ કરવામાં આવ્યું હતું, આ નવચંડી યજ્ઞ ને સફળ બનાવવા સમાજ ના પ્રયત્નશીલ યુવાનો અને વડીલો નુ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શિનોર બજાર સમિતિના ચેરમેન સચિન પટેલ, ગામના ઉપસરપંચ નિતિન ખત્રી અને સાધલી હવાલા સરપંચ અને શિનોર ભાજપા પ્રમુખ સંકેત પટેલ, ઉતરાજ સરપંચ હરિકૃષ્ણ ઉર્ફે જીગાભાઈ પટેલ નુ સમાજ ના મોભીઓ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. નવચંડી યજ્ઞમાં સમાજ ના 7 નવ યુગલે પૂજાનો લાભ લીધો હતો. નવચંદી યજ્ઞ કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચાર અને સંગીતમયલયમાં કરવામાં આવ્યો હતો. સાંજે 5:00 કલાકે નવચંડીયજ્ઞ માં નાળિયેર હોમી મહા આરતી કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button