સાંધા ગામે ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ₹1.08 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

સાંધા ગામે ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ₹1.08 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
શિનોર તાલુકાના સાંધા ગામે ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ગ્રામજનોની હાજરીમાં એક કરોડ આઠ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા રિબન છોડવાના બદલે કાપીને પેવર બ્લોકના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
શિનોર તાલુકાના નાનકડા સાંધા ગામે આજરોજ તારીખ 12 ડિસેમ્બર 2025 ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા અનેક વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ, જેમાં શિનોર તાલુકાના સાંધા ગામ થી ડભોઇ તાલુકાના પીસાઈ ગામના રસ્તા નું રૂપિયા 68 લાખના ખર્ચે રીકાર્પેટીંગ તથા પંચાયત ઘર – તલાટી કમ મંત્રી આવાસ રૂપિયા 25 લાખના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તથા સમરસ ગ્રામ પંચાયત ના કારણે ધારાસભ્ય તથા અન્ય સરકારી ગ્રાન્ટોમાંથી રૂપિયા 10 લાખ 50 હજારના પેવર બ્લોકના વિવિધ કામનું રિબનની ગાંઠ છોડવાના બદલે કાતરથી કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ સાધલી જિલ્લા પંચાયત સદસ્યા સુમિત્રાબેન વસાવાની ગ્રાન્ટ ના રૂપિયા પાંચ લાખના શેડ ના કામનું ખાતમુહૂર્ત તેઓની ગેરહાજરીમાં કરવામાં આવ્યુ હતું. ધારાસભ્ય અક્ષય પટેલ મંડાળા થી સાંધા આવતા હતા, તે વચ્ચેનો રસ્તો જોઈને તાત્કાલિક ડભોઇ નાયબ ઈજનેરને સ્થળ પર બોલાવી આ રસ્તા બાબતે પણ તાત્કાલિક યોગ્ય કરવા સૂચના આપી હતી. આ પ્રસંગે ગામના સરપંચ મનોજ પાટણવાડીયા, સંદીપ પટેલ ,ગ્રામજનો ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, શિનોર જિલ્લા પંચાયત બેઠકના સદસ્યાપતિ વિકાસ પટેલ, ઉતરાજ સરપંચ હરિકૃષ્ણ ઉર્ફે જીગાભાઈ પટેલ હાજર રહ્યા હતા.સાધલી જિલ્લા પંચાયત સદસ્યા સુમિત્રાબેન વસાવાને આ કાર્યક્રમની જાણ કરવામાં આવેલ ના હોવાના કારણે તેઓ હાજર રહી શક્યા નહોતા. જે ચર્ચાનો વિષય બનેલ હતો..



