સેમસંગ ઈન્ડિયા દ્વારા અસરગ્રસ્ત ગ્રાહકોને ટેકો આપવા માટે પંજાબમાં આપત્તિ રાહત અને સંભાળ કાર્યક્રમ લોન્ચ કરાયો

સેમસંગ ઈન્ડિયા દ્વારા અસરગ્રસ્ત ગ્રાહકોને ટેકો આપવા માટે પંજાબમાં આપત્તિ રાહત અને સંભાળ કાર્યક્રમ લોન્ચ કરાયો
કેર કેમ્પ ઈન્ફ્રા આપત્તિગ્રસ્ત સમુદાયોને સેવા આપવા દેશના કોઈ પણ ભાગમાં ઝડપથી તહેનાત કરવા માટે મુખ્ય શહેરોમાં સુસજ્જ છે અને ગોઠવવામાં આવ્યું છે.
સેવા વિનંતીઓ પાણીમાં ડૂબેલા સ્માર્ટફોન, વોશિંગ મશીનો, ટીવી અને રેફ્રિજરેટરો સંબંધી છે.
સેમસંગ ગ્રાહક સેવામાં હાનિગ્રસ્ત ઉપકરણોને લીધે સર્વિસ કોલ્સમાં 30 ટકા સુધી વધારો અનુભવાઈ રહ્યો છે.
ગુરુગ્રામ, ભારત, 18 સપ્ટેમ્બર, 2025: સેમસંગ દ્વારા તાજેતરનાં પૂર દ્વારા અસરગ્રસ્ત ગ્રાહકો અને સમુદાયોને સમયસર ટેકો આપવા માટે પંજાબમાં સમર્પિત આપત્તિ રાહક અને સંભાળ કાર્યક્રમ લોન્ચ કર્યો છે. આ કાર્યક્રમ મૂળભૂત ઉપકરણો અને ઈમરજન્સી કિટ્સ સાથે સુસજ્જ કેર કેમ્પ્સ થકી આપત્તિગ્રસ્ત પ્રદેશોમાં મહત્ત્વપૂર્ણ ઘરેલુ સેવાઓ પૂરી પાડવા માટે કાળજીપૂર્વક તૈયાર કરાયો છે.
વર્ષોનાં વહાણાં વીતવા સાથે સેમસંગ વિવિધ પહેલો થકી મુશ્કેલીના સમયમાં સમુદાયોને ટેકો આપવા માટે આગળ આવી છે, જેમાં 2014માં શ્રીનગરમાં વેલી ઓફ હોપથી 2018માં કેર ફોર કેરાલા અને 2019માં કેર ફોર મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ મધ્યસ્થીઓને કારણે હજારો લોકોને મૂળભૂત સુવિધાઓને પહોંચ મળી હતી, તેમનું જીવન ફરીથી ઊભું કરવા અને પડકારજનક સંજોગોમાં આશા શોધવા માટે મદદ મળી હતી.
દરેક જરૂરતો માટે કેર કેમ્પ
પંજાબના ગુરદગાસપુરમાં પૂરે જીવનમાં અવરોધ પેદા કર્યો છે ત્યાં સેમસંગનાં સંપર્ક કેન્દ્રો અને સેવા કેન્દ્રો થકી સહાય માટે વિનંતીઓ પ્રાપ્ત થવાનું શરૂ થઈ ચૂક્યું છે. લોકો સતત ટેકા માટે કેમ્પમાં પહોંચી રહ્યા છે અને સ્થાનિક ઘોષણાઓ અને સંદેશવ્યવહાર નજીકનાં ગામોમાં ફેલાવવામાં આવતાં આ સંખ્યા ઓર વધવાની અપેક્ષા છે.
મોટા ભાગની વિનંતીઓ પાણીમાં ડૂબેલા સ્માર્ટફોન્સ, વોશિંગ મશીનો અને રેફ્રિજરેટરો સંબંધી છે, જે મહત્ત્વપૂર્ણ ઉપકરણો પર પરિવારો રોજ આધાર રાખે છે. ઝડપી રાહતની ખાતરી રાખવા માટે સેમસંગ દ્વારા સીધા ઓન-ગ્રાઉન્ડ સહાય કરવા માટે તેની ગ્રાહક સેવા ટીમોને કામે લગાવવામાં આવી છે. આ શિબિરો વિશે લોકોને વાકેફ કરવા અધિકૃત સેવા કેન્દ્રો ખાતે શાખા કાર્યાલયો દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે, સેમસંગ મેમ્બર્સ પર બેનરો લાઈવ કરાયા છે, સોશિયલ મિડિયા પોસ્ટ્સ વધારવામાં આવી છે અને સ્થાનિક ઘોષણા કરતાં વાહનો પંજાબમાં અસરગ્રસ્ત ગામડાંમાં કામે લગાવવામાં આવ્યાં છે. પંજાબ ઉપરાંત અન્ય કટોકટીઓ માટે સુસજ્જતાની ખાતરી રાખવા માટે સેમસંગ દ્વારા ચાર મુખ્ય સ્થળો- દિલ્હી, મુંબઈ, કોલકતા અને ચેન્નાઈમં વિશાળ ટેન્ટ્સ અને મહત્ત્વપૂર્ણ રિલીફ કિટ્સ ગોઠવવામાં આવ્યાં છે. આ મોબાઈલ કેર સેન્ટર્સ નિમ્નલિખિત ઓફર કરવા માટે આપત્તિગ્રસ્ત પ્રદેશોમાં સક્રિય કરાશેઃ
સેમસંગ વોશિંગ મશીનો સાથે કપડાં ધોવાની સુવિધાઓ.
સેમસંગ રેફ્રિજરેટરોનો ઉપયોગ કરીને ખાદ્યનો સુરક્ષિત સંગ્રહ અને ઔષધિઓનું કૂલિંગ.
સેમસંગ માઈક્રોવેવ ઓવન્સ સાથે ગરમ ભોજન અને તુરંત ખાદ્ય ગરમ કરવું.
એકધાર્યા પાણી પુરવઠામાં ટેકો આપવા માટે ટાંકીઓ, પંપો, જનરેટરો સાથે પીવાના પાણીને પહોંચ.
દરેક શિબિર ટેબલો, ખુરશીઓ, ડ્રાઈંગ રેક્સ, સાબુઓ, ડિટરજન્ટ્સ અને સેફ્ટી કિટ્સ સાથે સુસજ્જ છે, જેમાં રિફ્લેક્ટર વેસ્ટ્સ, હાથમોજાં અને કેપ્સ પણ છે, જેથી ગ્રાહકો અને કર્મચારીઓ માટે સુરક્ષિત અને હાઈજીનિક વાતાવરણ મળી રહે.
ફરજની હાકલની પાર સંભાળ
આપત્તિ પછી સેમસંગને હાનિગ્રસ્ત ઉપકણોને લીધે સર્વિસ કોલ્સમાં 30 ટકા સુધી ઉછાળો અનુભવવા મળ્યો છે. ફિલ્ડ- લેવલ વોઈસ- ઓફ- કસ્ટમર (વીઓસી) ફીડબેકના આધાર પર સેમસંગ સર્વિસ ટીમો સુચારુ રીતે અસરગ્રસ્ત સમુદાયો સુધી પહોંચવા માટે આપત્તિ રાહત અને સંભાળ કાર્યક્રમની સ્થિતિનું આકલન અને એકત્રીકરણ કરવા માટે સતત કાર્યરત છે.
આપત્તિઓ ઘર તોડી શકે છે, પરંતુ તે ગ્રાહકો, ભાગીદારો અને વ્યાપક સમુદાય પ્રત્યે સેમસંગની કટિબદ્ધતાને તોડી નહીં શકે.