કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા મહુવા તાલુકાના વાઘે સ્વર તથા ઝેરવાવરા ગામોના ગ્રામવાસીઓ:
સુરતઃબુધવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના મહુવા તાલુકાના વાઘેસ્વર તથા ઝેરવાવરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતી શીલાબેન પટેલ તથા તાલુકા વિકાસ અધિકારી સહિતના ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
જેમાં સભાના અગ્રણી તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. સી. મહાલાએ પ્રાસંગિક ઉદ્બોધન કરીને વિકસીત ભારત યાત્રાની જાણકારી આપી હતી. વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ અવસરે સુરત જિલ્લા માંથી નાયબ કલેકટર શ્રી રાજુલભાઇ ચૌધરી, ગુણસવેલ phc na ડો શ્રીમતી શ્રુતિબેન, સરપંચ વર્ષા બેન. વી. પટેલ, મુખ્ય સેવિકા ચંપાબેન એસ પટેલ નોડલ અધિકારી તેજસભાઈ મિસ્ત્રી, આંગણવાડી વર્કર,તેડાગર અન્ય વિભાગ ના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.