ગુજરાત
સુરત ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સાંસદ સી.આર.પાટીલના જનસંપર્ક કાર્યાલયને ખૂલ્લું મુકાયું
સુરત:બુધવાર: નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં સુરતના અંબાનગર, ઉધના ખાતે સાંસદશ્રી સી.આર.પાટીલના જનસંપર્ક કાર્યાલયને ખુલ્લું મૂકાયુ હતું. સુરત શહેર મતવિસ્તારના નાગરિકો અને જાહેર જનતાને તેમના પ્રશ્નો તેમજ રજૂઆતો માટે અનૂકૂળતા રહે એ માટે સી.આર.પાટીલના માતૃશ્રીના હસ્તે જનસંપર્ક કાર્યાલયને લોકસેવા માટે ખૂલ્લું મૂકાયું છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, મેયર દક્ષેશ માવાણી, ડે.મેયરશ્રી નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરોએ ઉપસ્થિત રહી સાંસદ સી.આર.પાટીલને શુભેચ્છાઓ પાઠવી હતી.