ક્રાઇમ
એન.ડી.પી.એસ. ગુનામાં આરોપીને પોલીસ જાપ્તામાંથી ભગાડનાર મુખ્ય આરોપી ઝડપાયો: સુરતની એસ.ઓ.જી.ની સફળ કામગીરી

Surat News: સુરત શહેરના એસ.ઓ.જી. વિશેષ ઓપરેશન્સ ગ્રુપ એ નોંધપાત્ર સફળતા મેળવી છે. એન.ડી.પી.એસ.ના ગુનામાં આરોપીને પોલીસ જાપ્તામાંથી ભગાડનાર મુખ્ય આરોપી રિયાઝ અન્સારીને સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે.
મુખ્ય આરોપી રિયાઝ અન્સારી અને તેના અન્ય સાગરીતોને વડોદરામાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. શાહરુખ પઠાણ વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.નો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી શાહરૂખ પઠાણને ખટોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
પેટના દુખાવાની ફરિયાદ સાથે શાહરૂખને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તે બે મિત્રોની મદદથી ટિફિન આપવાના બહાને બાઈક પર ફરાર થઈ ગયો હતો. હાલમાં, પોલીસને આ ત્રણેની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.