ગુરુકુળ વિદ્યાપીઠ કુમાર વિદ્યાલયમાં દિવાળી કાર્ડ તેમજ દીવા શણગાર સ્પર્ધા યોજાઇ

સુરત: હાલમાં ચાલી રહેલ દિવાળી પર્વના અનુરૂપ બાળકો માં રહેલ ટેલેન્ટ ને બહાર લાવવા કતારગામ કાંસા નગર પાસે આવેલ ગુરુકુળ વિદ્યાપીઠ કુમાર વિદ્યાલયમાં દિવાળી કાર્ડ ડેકોરેશન અને દીવા શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં શાળા ના 74 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સ્ટોન, ડાયમંડ, કલર તેમજ વેસ્ટ પેપરનો ઉપયોગ કરી દિવાળી કાર્ડ તૈયાર કર્યા હતા.બંને સ્પર્ધાનું આયોજન શાળાના આચાર્યશ્રી અશોકભાઈ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ આમ્રપાલીબેન, નિકિતાબેન, જશોદાબેન, અને લતાબેન દ્વાર કરવામાં આવ્યું હતું. દીવા શણગાર સ્પર્ધામાં જયંતીભાઈ વણકર તથા પ્રતીક્ષાબેન પટેલ એ નિર્ણાયક તરીકે સેવા આપી હતી જયારે દિવાળી કાર્ડ ડેકોરેશન સ્પર્ધામાં આમ્રપાલીબેન સવાણી અને અંકિતાબેન પટેલ એ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી.