દક્ષિણ ઝોન કક્ષાના ‘કલા ઉત્સવ’માં ઓલપાડના રાજનગર પ્રાથમિક શાળાની પ્રિયા રાઠોડ ઝળકી

સુરત:ગુરુવાર: વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસના ભાગરૂપે તેઓમાં રહેલી કલા અને પ્રતિભાને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુસર જીસીઈઆરટી, ગાંધીનગર દ્વારા ‘કલા ઉત્સવ’નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ દ્વારા દક્ષિણ ઝોન કક્ષાના કલા ઉત્સવ યોજાયો હતો.
કલા ઉત્સવમાં વિવિધ સ્પર્ધાઓ પૈકી ચિત્ર સ્પર્ધામાં ઓલપાડ તાલુકાની રાજનગર પ્રાથમિક શાળાની ધોરણ- ૮ની વિદ્યાર્થિની પ્રિયા વિનોદભાઈ રાઠોડે તૃતીય ક્રમ મેળવી શાળા, ગામ અને તાલુકાનું નામ રોશન કર્યું હતું. જે માટે તેમને મહાનુભાવોના હસ્તે ટ્રોફી તથા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
શાળાના આચાર્ય જતીન પટેલ માર્ગદર્શિત આ દીકરીને ગામના સરપંચ મેલજીભાઈ રાઠોડ, ઉપસરપંચ કમલેશસિંહ રાઠોડ, એસ.એમ.સી. અધ્યક્ષ કૌશલ્યાબેન રાઠોડ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ પટેલ, કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.