ગુજરાત

પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશની ગ્રાન્ટમાંથી સુરત મહાનગરપાલિકાને શબવાહિનીઓ અને વેક્સીન વાન અર્પણ

પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશની ગ્રાન્ટમાંથી સુરત મહાનગરપાલિકાને શબવાહિનીઓ અને વેક્સીન વાન અર્પણ
રૂ.૧.૫૩ કરોડના ખર્ચે ૪ શબવાહિનીઓ અને ૧ વેક્સીન વાનનું લોકાર્પણ કરાયું
જનહિતના કાર્યો થકી નાગરિકોની સુવિધામાં વધારો એ જ સાચી સેવા : પુર્વ સાંસદ દર્શનાબેન જરદોશ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ૧૨ વર્ષના સુશાસનની ફલશ્રુતિરૂપે પૂર્વ સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશની વર્ષ-૨૦૨૪ની ગ્રાન્ટમાંથી સુરત મહાનગરપાલિકાને રૂ.૧.૫૩ કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવેલી ચાર શબવાહિનીઓ (ડેડ બોડી વાન) અને એક વેક્સીન વાનનું લોકાર્પણ ઘોડદોડ રોડ સ્થિત મજૂરા ફાયર સ્ટેશન ખાતે પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશના હસ્તે કરાયું હતું.
શબવાહિની પ્રતિ વાહન રૂ.૩૧.૩૫ લાખના ખર્ચે ખરીદવામાં આવી છે, એમ ચાર શબવાહિનીઓની ખરીદી પર કુલ રૂ.૧.૨૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે વેક્સીન વાન રૂ.૨૭.૯૭ લાખના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ બંને મળીને કુલ રૂ.૧.૫૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, નાગરિકોને આરોગ્ય અને માનવસેવા સાથે જોડાયેલી વધુ સુવિધાસભર અને સમયસર સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નવી શબવાહિનીઓથી જરૂરિયાતમંદ પરિવારોને અંતિમવિધિ સંબંધિત સેવા વધુ સુલભ બનશે, જ્યારે વેક્સીન વાન શહેરના વિવિધ વિસ્તારોમાં રસીકરણ કામગીરીને વધુ અસરકારક અને ઝડપી બનાવવામાં સહાયક બનશે.
તેમણે ઉમેર્યું હતું કે, જનહિત માટે ઉપલબ્ધ થતી આવી સુવિધાઓ શહેરના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને સામાન્ય નાગરિકોને તેનો સીધો લાભ મળશે.
આ પ્રસંગે સુરત શહેર સંગઠન પ્રમુખશ્રી પરેશ પટેલ, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button