ઈકો ચાલકે બે વાહનને અડફેટે લેતા બેના મોત, 3 સારવાર હેઠળ

ઈકો ચાલકે બે વાહનને અડફેટે લેતા બેના મોત, 3 સારવાર હેઠળ
શિનોર તાલુકાના સીમડી ગામ નજીક ઈકો ગાડી ચાલકે એકી સાથે એકટીવા પર સવાર ત્રણ અને હીરો મોટરસાયકલ પર સવાર બે ને ઇજા પહોંચાડી ગાડી મૂકીને ફરાર થઈ ગયેલ છે એકટીવા ની પાછળ બેઠેલા બે ઇસમો મૃત્યુ પામ્યા છે ,જ્યારે અન્ય ત્રણને વડોદરા દવાખાને દાખલ કરેલ છે.
સીમડી ગામના પાંચ મિત્રો તુષાર લાલજી વસાવાની બર્થ ડે હોય તા. 19 ઓગસ્ટ 2024 ના રોજ નર્મદા કેનાલ ના નાળા પાસે કેક કાપીને ઉજવણી કરવા ગયા હતા ,અને રાત્રે 9:30 કલાકે પરત ફરતાં એકટીવા ઉપર ચાલક મહેશ રતિલાલ વસાવા તેની પાછળ તુષાર લાલજી વસાવા અને ત્રીજા અક્ષય સોમાભાઈ વસાવા બેઠેલા હતા, જ્યારે હીરો મોટર સાયકલ પર ચાલક રાકેશ મંગળ વસાવા અને હિમેશ મહેશ વસાવા આવતા હતા, તે સમયે સીમડી તરફથી નંબર વગરની એક ઈકો ગાડી રોંગ સાઈડ આવીને એકટીવા ઉપર બેઠેલા ત્રણને ઇજા પહોંચાડી પાછળ આવતા હીરો સ્પ્લેન્ડર ગાડી સાથે અથાડી પાંચેય જણાને ઇજા કરી હતી, ગ્રામજનોને ખબર પડતા પાંચે ઈશમોને મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવતા તુષાર લાલજી વસાવા તથા અક્ષય સોમાભાઈ વસાવા ને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા ,જ્યારે અન્ય ત્રણને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અજાણ્યો ઇકો ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો છે. શિનોર પીએસઆઇ આર આર મિશ્રા આગળની તપાસ કરી રહ્યા છે.