ધર્મ દર્શન
ઈદ ઉલ ફિત્રની નમાઝ બાદ ઈદ મુબારક શુભકામનાઓ પાઠવી

ઈદ ઉલ ફિત્રની નમાઝ બાદ ઈદ મુબારકની શુભકામનાઓ પાઠવી
સમગ્ર દેશભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફીત્ર (રમઝાન ઈદ)ની ઉજવણી ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવી રહી છે. પવિત્ર રમઝાન માસની ગઈકાલે પૂર્ણાહુતિ થતા આજે રમઝાન ઈદની ઉજવણી થઈ રહી છે. સુરતના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ લોકોએ સવારે ઈદ-ઉલ-ફિત્રની સામૂહિક નમાઝ અદા કર્યા બાદ એકબીજાને ઈદ મુબારકની શુભકામના પાઠવી હતી.