‘પુષ્પા 2’ રિલીઝ પહેલા જ ફાયર : 275 કરોડ રૂપિયામાં OTT ડીલ ફાઈનલ!

સાઉથના સુપર સ્ટાર અભિનેતા અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રાઇઝ’નું ટીઝર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલા જ નિર્માતાઓએ ‘પુષ્પા 2’થી જંગી કમાણી શરૂ કરી દીધી છે.
એક રિપોર્ટ પ્રમાણે ‘પુષ્પા 2’ના ઓટીટી રાઈટ માટે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. નેટફિલ્કસે અલ્લુ અર્જુનની આ ફિલ્મના OTT રાઇટ્સ રૂ. 275 કરોડમાં ખરીદ્યા છે. સાથે અર્જુનની આ ફિલ્મ OTT ડીલથી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાંની એક બની ગઈ છે
અત્યાર સુધીમાં RRR ફિલ્મના ઓટીટી રાઈટ સૌથી મોંઘા વેચાયા છે. જી ફાઈવ અને નેટફિલ્કસે 325 કરોડમાં ખરીદ્યા હતા. ત્યારબાદ યશની ફિલ્મ KGF-2ના ઓટીટી રાઈટ અમેઝન પ્રાઈમ મીડિયાએ 320 કરોડમાં ખરીદ્યા હતા.
અલ્લુ અર્જુનના જન્મદિવસ પર ‘પુષ્પા 2’નું ટીઝર રિલીઝ કર્યું છે. 8 સેકેન્ડના ટીઝરમાં અભિનેતા દમદાર એક્શન કરતા દેખાય છે. આ ટીઝર દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.
સુકુમાર દ્વારા દિગ્દર્શિત, ‘પુષ્પા 2: ધ રૂલ’માં રશ્મિકા મંદન્ના, ફહાદ ફાસીલ, જગદીશ પ્રતાપ બંડારી અને સુનીલે મહત્વની ભૂમિકા ભજવી છે. આ તમામ સ્ટાર્સ ફિલ્મના પહેલા ભાગમાં પણ દમદાર રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ આ વર્ષે સ્વતંત્રતા દિવસે એટલે કે 15 ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.