લિંબાયતમાં દુકાનવાળા રહેણાંક મકાનમાં ઈ-બાઈક ચાર્જીંગમાં આગ બાદ ધડાકા દુકાનનાં વાડામાં લાગેલી આગ ઘરમાં ફેલાતા ગેસના બાટલા ફાટ્યાઃ એક કિશોરીનું મોત, ચાર દાઝી ગયા
સુરતમાં લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે બે ધડાકા થતા ભયનો માહોલ છવાઈ ગયો હતો. નીચે દુકાન અને ઉપર રેસિડેન્ટવાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં ઈ-બાઈક ચિિજંગમાં મૂકી હતી. દરમિયાન વહેલી સવારે તેમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. દરમિયાન નજીકમાં જ રહેલા ગેસ સિલિન્ડર સુધી આગ પ્રસરી ગઈ હતી. જેથી ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બ્લાસ્ટથી એક દીવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. આ આગમાં પાંચ લોકોનો પરિવાર ઝપેટમાં આવ્યો હતો. જેમાં ૧૮ વર્ષની યુવતી આગમાં ભડથું થઇ ગઇ છે. જ્યારે અન્ય ચાર સભ્યો દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે વડોદરામાં પણ એક બિલ્ડિંગમાં આગ લાગતા ચાર દુકાનો ભડકે બળીને ખાખ થઈ હતી.
ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટનાસ્થળે અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાની મુલાકાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પોકિંગમાં ઈ-બાઈક ચોજિંગ થતું હતું. આખી રાત ચાંજિંગમાં રહેતા બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. ઉપરના માળે પરિવાર સૂતો હતો. આગને કારણે ગેસનો બાટલો ફાટ્યો હતો. આથી આગ વિકરાળ બની હતી અને નીચે દુકાનમાં પણ આગ લાગી હતી.
મળતી માહિતી પ્રમાણે, આજે રોજ વહેલી સવારે ૫.૩૫ વાગ્યે લિંબાયત ઝોનના મહારાણા પ્રતાપ ચોક લિંબાયતમાં પાસે લક્ષ્મી પાર્ક સોસાયટીમાં નીચે હાર્ડવેરની દુકાન અને ઉપર બે માળના રેસિડન્ટવાળું મકાન આવેલું છે. દુકાનની પાછળ વાડાના ભાગમાં સોસાયટીમાં ઇલેક્ટ્રિક વાહન ર્ચાજિંગમાં મૂક્યું હતું. જેમાં બ્લાસ્ટથી આગ લાગી હતી અને ત્યાં બાજુમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો.
બે બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બે ધડાકાના કારણે દુકાનની પાછળની દીવાલ અને ગેટનો દરવાજો તૂટી ગયો હતો. આ સાથે જ સામેના મકાનની બારીના કાચ પણ તૂટી ગયા હતા. બે બ્લાસ્ટ અને આગની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ ફાયર એન્જિન, વોટર બાઉઝર, ટર્ન ટેબલ લેડર જેવાં આધુનિક ફાયર વિભાગનાં વાહનો અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની સાથે ફસાયેલાને રેસ્ક્યુ કર્યા હતા. મકાનના બીજા માળે ગેલેરીમાં ફસાયેલા ૩ વ્યક્તિ જેમાં એક મહિલા, એક બાળક અને એક દાઝી ગયેલ મોટી ઉંમરના વ્યક્તિને રેસ્ક્યુ કર્યાં હતાં. બ્લાસ્ટ અને આગના કારણે એક મહિલાએ નીચે સીડી પરથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે દાઝી જવાથી તાકીદે ફાયર ટીમે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિ ટલમાં ખસેડી હતી.