નવી મુંબઈ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પ્રથમ વિમાનનું આગમન

નવી મુંબઈ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પ્રથમ વિમાનનું આગમન
મુંબઇ, ૧૧ ઓક્ટોબર ૨૦૨૪: ભારતીય વાયુ દળના વિમાને આજે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના સાઉથ રનવે ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કરવા સાથે જેના કાર્યારંભની રાહ જોવાઇ રહી છે તે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે એક રળિયામણી ઘડી બની રહી હતી. કોવિડની મહામારી દરમિયાન ઓગષ્ટ ૨૦૨૧માં આ એરપોર્ટના નિર્માણનો આરંભ થયો હતો અને ૨૦૨૫ના વર્ષની શરૂઆતમાં તે કાર્યરત થવાની ગણતરી છે એવા આ એરપોર્ટ ઉપર એક વિશાળ મલ્ટી રોલ ટેક્ટિકલ એરલિફ્ટર IAF C-295નું ઉદ્ઘાટકીય ઉતરાણ એ અદાણી ગૃપના ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસમાં એક મહત્વના સિમાચિહ્નનનું પ્રતિનિધિત્વ કરે છે.
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.ના ડિરેક્ટર શ્રી જીત અદાણીએ નવા મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.એ કરેલી પ્રગતિ માટે ભારોભાર ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અદાણી એરપોર્ટંસ હોલ્ડિંગ્સ લિ.ના પ્રથમ એરપોર્ટ તરીકે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ એ વરસોનું આયોજન,રોકાણ અને કઠોર પરિશ્રમની ફળશ્રુતિ છે. તેમણે આ તકે આ પ્રકલ્પને શક્ય બનાવવા માટે મહારાષ્ટ્ર સરકાર તથા સિડકો અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીઆ સહિતની નિયમનકારી સંસ્થાઓ અને હિસ્સેદારોના સહિયારા સહયોગ માટે આભાર માન્યો હતો. વિશ્વ કક્ષાનું આ એરપોર્ટ દુનિયાભરના પ્રવાસીઓને એક મહત્વના હબ તરીકે સેવા પૂરી પાડી પ્રદેશની વૃધ્ધિમાં મહત્વની ભૂમિકા અદા કરશે એમ જીત અદાણીએ ઉમેર્યું હતું.
આ ઐતિહાસિક પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીશ, અજીત પવાર,નાગરિક ઉડ્ડયન અને સહકાર રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના વરિષ્ઠ અધિકારીઓ સહિતના મહાનુભાવો તથા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.અને અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ લિ.ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટકીય ઉતરાણ એ માત્ર એક દ્રષ્ટાંતરુપ ચેષ્ટા જ નહી પરંતુ એરપોર્ટના નિર્માણથી લઈ પૂર્ણપણે કાર્યાન્વયન સુધીની મહત્વની સફર છે.
એરપોર્ટના સંચાલન અને સલામતીની ખાતરી કરવાના હેતુથી કરવામાં આવેલ IAF C-295નું સફળ ઉતરાણ એ આ પ્રોજેક્ટનો અનિવાર્ય તબક્કો છે જે માટે નવા બાંધવામાં આવેલા રનવે, ટેક્ષીવે, એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અને સંચાલનની પ્રક્રિયાની એક સાથે ચકાસણી કરવામાં આવી હતી. આ ગતીવિધી અંતર્ગત ઇજનેરો,નાગરિક ઉડ્ડયન સત્તાધિકારીઓ અને એરપોર્ટ સંચાલકોને એરપોર્ટની કામગીરી અને મહત્વના માળખાની સજ્જતાના મૂલ્યાંકનની છૂટ આપે છે. જે એરપોર્ટ વિકાસના તેના આખરી તબક્કાને અંતિમ ઓપ આપવાના માર્ગ ઉપર છે અને નિશ્ચિત સમય સૂચિ અનુસાર વાણિજ્યક કામકાજ શરુ થાય તેની મહત્તા સ્પષ્ટ કરે છે.
વધુમાં આ એરપોર્ટ ઉપર સફળ ઉતરાણ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.ની ક્ષમતા,સજ્જતા અને નાગરિક અને લશ્કરી સત્તાધિકારીઓ વચ્ચે આપત્તિ અને ઇમર્જન્સી સહીત કટોકટીના સમયે વિવિધ સંયુક્ત કામગીરી પાર પાડવા તરફની દીશામાં પણ મહત્વનું છે.
NMIALનું વ્યૂહાત્મક સ્થાન તેને મહારાષ્ટ્ર અને પશ્ચિમ ભારત બંનેના પ્રવેશદ્વાર તરીકે સેવા આપતા ભવિષ્યના ભારતના સૌથી અગ્રણી ઉડ્ડયન કેન્દ્રોમાંનું એક બનાવે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને મુસાફરોને સમાવી શકાય એ રીતે આ એરપોર્ટની ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં અત્યાધુનિક સુવિધાઓ છે, જેમાં મોટા કોમર્શિયલ એરક્રાફ્ટ, આધુનિક પેસેન્જર ટર્મિનલ્સ અને અદ્યતન એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનું સંચાલન કરવામાં સક્ષમ 3,700-મીટર રનવેનો સમાવેશ થાય છે. ટર્મિનલ-1 અંદાજે વાર્ષિક (MPPA) 20 મિલિયન મુસાફરોનું સંચાલન કરશે.
NMIALનું કામ સંપ્પન થતાં સ્થાનિક અર્થવ્યવસ્થાને મહત્વનું પ્રોત્સાહન મળવા સાથે સુલભતામાં સુધારો કરશે અને નવી મુંબઈ પ્રદેશ માટે વ્યાપારની નવી તકો ખોલશે. એરપોર્ટ તેના પ્રારંભિક તબક્કામાં 800,000 ટન કાર્ગો સાથે વાર્ષિક 90 મિલિયન મુસાફરો (MPPA) ને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવશે.