રાજનીતિ

સાધલીમાં કોંગ્રેસનો ઝંઝાવતી પ્રચાર: સંગીતાબેન પટેલ સહિત પાંચ ઉમેદવારોએ ગજવ્યું મેદાન, ભાજપની નીતિઓ સામે લોકોમાં રોષ

સાધલીમાં કોંગ્રેસનો ઝંઝાવતી પ્રચાર: સંગીતાબેન પટેલ સહિત પાંચ ઉમેદવારોએ ગજવ્યું મેદાન, ભાજપની નીતિઓ સામે લોકોમાં રોષ
સાધલી જિલ્લા પંચાયત ના કોંગ્રેસના ઉમેદવાર સંગીતા પટેલ તથા ચાર તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા આજરોજ સાધલી માં ઝંઝાવતી પ્રચાર કરી કોંગ્રેસ તરફી વાતાવરણ ઊભુ કરેલ છે.
કોંગ્રેસના સાધલી જિલ્લા પંચાયતના સ્થાનિક ઉમેદવાર સંગીતાબેન દ્રુપદ પટેલ તથા સાધલી- 2 તાલુકા પંચાયત બેઠક ના ભાજપે દબાણથી ટેકો જાહેર કરાવેલ તેવા માંજરોલના સંજયભાઈ ભાઈલાલભાઈ પટેલ ને સાધલી તથા માંજરોલ ના મતદારોએ ઊભા રહેવા દબાણ કરતાં તેઓએ ઉમેદવારી ચાલુ છે, તેવું જાહેર કરીને આજે કુકસ બેઠકના ઉમેદવાર રજનીબેન પટેલ, ટીંબરવા બેઠક ના ઉમેદવાર પ્રીતિબેન પટેલ અને સુરાસામળ બેઠકના અક્ષયભાઈ વસાવા સાથે ભેગા મળી સાધલી મુકામે ત્રણેવ રાષ્ટ્રીય પ્રતિમા ને પુષ્પવાળા પહેરાવી પ્રચારના શ્રી ગણેશ કરતાં ભાજપા થી નારાજ મતદારોમાં વિકલ્પની ઉમ્મીદ જાગેલ છે. ભાજપની શામ, દામ, દંડ અને ભેદ ની નીતિ સામે લોકોમાં ભારે નારાજગી પ્રવર્તે છે.તથા અસલ ભાજપા કાર્યકરોને હોશિયામાં મૂકી દીધા છે, તેમનો અસંતોષ જો મતોમાં પરિવર્તન થશે તો કોંગ્રેસની બોલબાલા વધી જશે. સાધલી-2 બેઠક ઉપર માંજરોલના સંજય પટેલે ઉમેદવારી ચાલુ રાખતાં આ બેઠકનું પરિણામ બદલાઈ શકે છે. શિનોર તાલુકામાં ફરી એકવાર અસલ ભાજપ (બદામ) અને કોંગ્રેસમાંથી આવેલા ભાજપ ( મગફળી ) વચ્ચેનો જંગ ચૂંટણીનું પરિણામ બદલી શકે છે. કોંગ્રેસની ફેરણી દરમિયાન આજ દિન સુધી કોંગ્રેસ માં રહેલા અસલ કાર્યકરો મહેન્દ્ર પટેલ (પુનિયાદ) માજી તાલુકા પંચાયત પ્રમુખ મયુર પટેલ, ઉતરાજ, રાજુ સરપંચ તરવા, રાજુભાઈ પુનિયાદ, અંકુર બારોટ દામનગર,રાજેન્દ્રસિંહ રાઠોડ મીઢોળ જોડાયા હતા. મતદારો તરફથી તેમને સારો આવકાર મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button