રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આ વર્ષે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે અને વરસાદનું જાર ઘટ્યું છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યમાં આગામી સાત દિવસ મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ભારે વરસાદની કોઈ શક્યતા ન હોવાથી માછીમારો માટે કોઈ ચેતવણી નથી. એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીમે ધીમે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૧૯ જૂલાઈ છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસાની એન્ટ્રી વહેલી થઈ છે. જૂન મહિનાથી જ રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે.