સેમસંગ ઈનોવેશન કેમ્પસ દ્વારા આંધ્ર પ્રદેશમાં ફ્યુચર- ટેક સ્કિલિંગને મજબૂત બનાવાયું

સેમસંગ ઈનોવેશન કેમ્પસ દ્વારા આંધ્ર પ્રદેશમાં ફ્યુચર- ટેક સ્કિલિંગને મજબૂત બનાવાયું
વિશાખાપટ્ટનમમાં વિજ્ઞાન કોલેજ અને ડીઆઈઈટી કોલેજમાં એઆઈ અને કોડિંગ તથા પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામ હેઠળ 50 વિદ્યાર્થીઓને સર્ટિફાઈડ કરાયા
ગુરુગ્રામ, ભારત, 24 ડિસેમ્બર, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સ સેમસંગ દ્વારા વિશાખાપટ્ટનમમાં વિજ્ઞાન્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ ડીઆઈઈટી કોલેજ ખાતે આંધ્ર પ્રદેશમા આયોજિત એક પછી એક સન્માન સમારંભ સાથે સેમસંગ ઈનોવેશન કેમ્પસ (એસઆઈસી) પ્રોગ્રામ હેઠળ તેની ફ્યુચર- ટેક સ્કિલિંગ ગતિને મજબૂત બનાવવામાં આવી હતી.
આ વર્ષે વિશાખાપટ્ટનમમાં બે સેન્ટર્સ ખાતે પ્રોગ્રામ હેઠળ કુલ 750 વિદ્યાર્થીઓને સર્ટિફાઈડ કરાયા હતા, જેમાં વિજ્ઞાન કોલેજના 500 અને ડીઆઈઈટી કોલેજના 250 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો, જે ભારતના યુવાનોને ટેકનોલોજી પ્રેરિત ભવિષ્ય માટે સુસજ્જ કરવાના સેમસંગના ધ્યેયમાં વધુ એક માઈલસ્ટોન છે.
આંધ્ર પ્રદેશમાં સેમસંગ ઈનોવેશન કેમ્પસ ગ્રેજ્યુએટ્સની ઉજવણી
વિજ્ઞાન્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, વિશાખાપટ્ટનમ ખાતે સન્માન સમારંભનું આયોજન વિજ્ઞાન કોલેજ, વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ ખાતે 12મી ડિસેમ્બર, 2025ના રોજ કરાયું હતું. આ ઈવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે એમબીબીએસ અને સાઈબર ક્રાઈમ સીઆઈડીના એસીપી ડો. બી રવિ કિરણ, વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડો. સુધાકર જ્યોથુલા સાથે ઈલેક્ટ્રોનિક્સ સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ઈએસએસસીઆઈ)ના સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ્સના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી સરોજ અપાતોએ હાજરી આપી હતી.
વિજ્ઞાન કોલેજમાં 500 લાભાર્થીઓએ વર્ષ દરમિયાન કોર્સ પૂર્ણ કર્યો તેમનું સન્માન કરાયું હતું, જેમાં 250 વિદ્યાર્થી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં અને 250 વિદ્યાર્થી કોડિંગ અને પ્રોગ્રામિંગમાં તાલીમબદ્ધ કરાયા હતા તેમને ફેકલ્ટી સભ્યો, મહેમાનો અને એસઆઈસી ભાગીદારોની હાજરીમાં તેમનાં સર્ટિફિકેટ્સ એનાયત કરાયાં હતાં, જે સાથે ઊભરતા ટેકનોલોજી ક્ષેત્રોમાં તેમની રોજગારક્ષમતા વધારવા માટે તૈયાર કરાયેલા સઘન, ઉદ્યોગ સુસંગત તાલીમ કાર્યક્રમ સફળતાથી પૂર્ણ કરી તેની ઉજવણી કરાઈ હતી.
આ જ દિવસે અન્ય સન્માન સમારંભ ડીઆઈઈટી કોલેજ, વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશમાં યોજાયો હતો. આ ઈવેન્ટમાં મુખ્ય અતિથિઓ તરીકે ડીઆઈઈટી કોલેજના ચેરમેન શ્રી દાદી રત્નાકર ગરુ અને પ્રિન્સિપાલ ડો. રુગાડા વૈકુંતા રાવ સાથે ઈએસએસસીઆઈના સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ્સના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી સરોજ અપાતો હાજર રહ્યા હતા.
ડીઆઈઈટી કોલેજમાં 250 એસઆઈસી લાભાર્થીઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં વિશિષ્ટ તાલીમ સફળતાથી પૂર્ણ કરવા માટે સર્ટિફિકેટ એનાયત કરાયાં હતાં. મહેમાનો દ્વારા આ સિદ્ધિ માટે વિદ્યાર્થીઓને અભિનંદન અપાયા હતા અને સ્થાનિક રોજગાર, ઈનોવેશન અને વેપાર સાહસિકતા તકો આંધ્ર પ્રદેશમાં પ્રેરિત કરવામાં પ્રગતિશીલ ડિજિટલ સ્કિલ્સના મહત્ત્વ પર ભાર આપ્યો હતો.
ભારતભરમાં ફ્યુચર ટેક સ્કિલ્સને નવી ઊંચાઈએ લઈ જાય છે
સેમસંગ ઈનોવેશન કેમ્પસ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી), બિગ ડેટા અને કોડિંગ તથા પ્રોગ્રામિંગમાં યુવાનોને તાલીમબદ્ધ કરીને ભારતની ડિજિટલ સ્કિલિંગ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવામાં આવી હતી. ભારત સરકારના સ્કિલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના ધ્યેય સાથે સુમેળ સાધતાં પ્રોગ્રામ 2025માં 10 રાજ્યમાં આશરે 20,000 વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવા માટે વિસ્તારાયો હતો, જે ગયા વર્ષે 3500 વિદ્યાર્થીઓની તુલનામાં છ ગણો વધારો થયો છે. આ પહેલે સમાવેશકતા પર પણ મજબૂત ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેમાં મહિલાઓનો રાષ્ટ્રીય સ્તરે 42 ટકા સહભાગ જોવા મળ્યો હતો, જે ઉચ્ચ ગુણવત્તાના ટેક શિક્ષણ પ્રત્યે સમાન પહોંચ પ્રત્યે સેમસંગની કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે.
સેમસંગ ઉચ્ચ ગુણવત્તાની ટેક્નિકલ તાલીમ, સોફ્ટ સ્કિલ્સ ડેવલપમેન્ટ અને પ્લેસમેન્ટની સુસજ્જતા પ્રદાન કરવા માટે ઈલેક્ટ્રોનિક્સ સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ઈએસએસસીઆઈ) અને ટેલિકોમ સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ટીએસએસસી) હેઠળ એક્રેડિટેડ ટ્રેનિંગ પાર્ટનર્સ સાથે કામ કરી રહી છે. પ્રોગ્રામ ખાસ કરીને મૂળભૂત સુવિધાથી વંચિત, અર્ધ શહેરી અને આકાંક્ષાત્મક જિલ્લાઓને અગ્રતા આપીને વિવિધ સામાજિક આર્થિક પાર્શ્વભૂમાંથી આવેલા વિદ્યાર્થીઓ ભારતના ડિજિટલ પરિવર્તનમાં ભાગ લઈ શકે તેની ખાતરી રાખે છે.

