સેમસંગ દ્વારા ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5G નવા રંગમાં રજૂઃ ગેલેક્સી A સિરીઝમાં ફેસ્ટિવ ઓફર્સ જાહેર

સેમસંગ દ્વારા ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5G નવા રંગમાં રજૂઃ ગેલેક્સી A સિરીઝમાં ફેસ્ટિવ ઓફર્સ જાહેર
સેમસંગ ફેસ્ટિવ સીઝન દરમિયાન ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સમાં આજ સુધીની સૌથી ઉત્તમ ઓફરો લાવીને અત્યંત વહાલા AI ઈનોવેશન્સની વ્યાપ્તિ વધારે છે.
ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન્સ આકર્ષક ટ્રિપલ ઝીરો લિમિટેડ પિરિયડ ફેસ્ટિવ ઓફર- ઝીરો ડાઉન પેમેન્ટ, ઝીરો વ્યાજ, ઝીરો ઝંઝટ સાથે ખરીદી શકાશે.
ગુરુગ્રામ, ભારત, 25 સપ્ટેમ્બર, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ફેસ્ટિવ સીઝન દરમિયાન ટ્રેન્ડી સ્માર્ટફોન્સ ખરીદી કરવા માગતા ગ્રાહકો માટે ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5Gમાં યુવાપૂર્ણ રંગોનો ઉમેરો કરવામાં આવ્યો હોવાની આજે ઘોષણા કરવામાં આવી હતી. ગેલેક્સી A56 5G હવે ઑસમ પિંક અને ગેલેક્સી A36 5G હવે ઑસમ લાઈમમાં મળશે, જેથી ગ્રાહકોને વધુ પસંદગી મળશે.
ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5G સાથે સેમસંગનું લક્ષ્ય અમારાં ફ્લેગશિપ ડિવાઈસીસમાં અત્યંત વહાલા AI ઈનોવેશન્સની વ્યાપ્તિ વધારવાનું છે. લિમિટેડ પિરિયડ માટે ગ્રાહકો ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5G પર ઝીરો ડાઉન પેમેન્ટ, ઝીરો વ્યાજ એને ઝીરો ઝંઝટ માણી શકે છે, જે 5G અનુભવને આજ સુધી સૌથી વધુ પહોંચક્ષમ બનાવે છે.
ગેલેક્સી A56 5G હાલમાં ઑસમ ઓલિવ, ઑસમ લાઈટ ગ્રે અને ઑસમ ગ્રેફાઈમાં મળે છે, જ્યારે ગેલેક્સી A36 5G ઑસમ લવેન્ડર, ઑસમ બ્લેક અને ઑસમ વ્હાઈટમાં મળે છે. ગેલેક્સી A56 5Gની સ્પોર્ટસ મેટલ ફ્રેમ સ્ટાઈલિશ અને સ્ટર્ડી છે અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ રક્ષણ સાથે આવે છે, જે તેને આ સેગમેન્ટમાં સૌથી ટકાઉ સ્માર્ટફોનમાંથી એક બનાવે છે. કેમેરા સેટઅપ બિગ પિકસેલ સેન્સર સાથે આવે છે, જે ઉપભોક્તાઓને બ્રાઈટ ફોટોઝ અને બ્લર- ફ્રી વિડિયોઝ મઢી લેવા માટે અનુકૂળ છે. બંને સ્માર્ટફોન્સ 50MP OIS મેઈન, 12MP અલ્ટ્રા- વાઈડ,5MP મેક્રો અને 12 MP ફ્રન્ટ કેમેરા સાથે આવે છે, જે તેને વિવિધ પ્રકાશની સ્થિતિઓમાં શાર્પ, સ્થિર શોટ્સ પ્રદાન કરે છે. આધુનિક 4nm-બેઝ્ડ Exynos 1580 પ્રોસેસર દ્વારા પાવર્ડ ગેલેક્સી A56 5G સુધારિત કૂલિંગ સાથે આવે છે અને સ્મૂધ મલ્ટી- ટાસ્કિંગ, સ્ટ્રીમિંગ અને ગેમિંગ માટે 12 GB RAM અને 256 GB સ્ટોરેજ સાથે આવે છે. વિશાળ 6.7-ઈંચ FHD+ સુપર AMOLED ડિસ્પ્લે, 1,200-nit વિઝન બૂસ્ટર સાથે કોઈ પણ પ્રકાશમાં બ્રાઈટ, આકર્ષક વ્યુઈંગ અનુભવની ખાતરી રાખે છે.
સેમસંગ ગેલેક્સી A36 5G નિર્ભરક્ષમ કામગીરી સાથે રિફાઈન્ડ ડિઝાઈનને જોડે છે. તે આધુનિક 4nm-બેઝ્ડ ક્વેલ્કોમ સ્નેપડ્રેગન પ્રોસેસર, 15% વધુ લાર્જ વેપર ચેમ્બર અને એક ચાર્જમાં 29 કલાક વિડિયો પ્લેબેક સાથે આવે છે, જેને કારણે સહજ પરફોર્મન્સ પ્રદાન કરે છે. ગેલેક્સી A36 5G 50MP OIS મેઈન, 8 MP અલ્ટ્રા- વાઈડ, 5 MP મેક્રો તેમ જ 12 MP ફ્રન્ટ કેમેરા સાથે આવે છે.
ગેલેક્સી A56 5G અને ગેલેક્સી A36 5Gએ ઑસમ ઈન્ટેલિજન્સ, આધુનિક AI ફંકશન્સ સાથે વ્યાપક મોબાઈલ AI સ્યુટને આભારી ઉપભોક્તો માટે બહેતર ફીચર્સ લાવવાનું ચાલુ રાખ્યું છે. બંને સ્માર્ટફોન્સ જેમિની લાઈવ સાથે આવે છે, જે ગેલેક્સી ઉપભોક્તાઓ માટે AI સાથે અસલ સમયનો વિઝ્યુઅલ વાર્તાલાપ લાવે છે. ગૂગલ ફીચર સાથે સર્કલ ટુ સર્ચથી ઉપભોક્તાઓ સર્કલ કરીને, હાઈલાઈટ અથવા ટેપિંગ કરીને સ્ક્રીન પર કશું પણ તુરંત સર્ચ કરી શકે છે, જ્યારે ઓબ્જેક્ટ ઈરેઝર ફીટર બેકગ્રાઉન્ડ વિચલિતતા દૂર કરે છે, જેથી રોજબરોજનાં કામો અને ફોટો એડિટિંગ આસાન બને છે.
કિંમત અને આજ સુધીની સૌથી ઉત્તમ ઓફર્સ
ગેલેક્સી A56 5G હવે મર્યાદિત સમયગાળા માટે રૂ. 4000 સુધી તુરંત બેન્ક ડિસ્કાઉન્ટ સાથે રૂ. 35,999થી શરૂ થેય છે. ગેલેક્સી A36 5G રૂ. 5000ના મર્યાદિત સમયગાળાના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 25,999થી શરૂ થાય છે. 24 મહિના સુધી લાંબી મુદતના નો કોસ્ટ ઈએમઆઈ સાથે ગેલેક્સી A56 5G દિવસ દીઠ રૂ. 50માં મળશે, જ્યારે ગેલેક્સી A36 5G દિવસ દીઠ રૂ.40માં મળશે.
અન્ય મર્યાદિત સમયગાળાની ફેસ્ટિવ ઓફર્સ
આકર્ષક ડીલ્સ મર્યાદિત સમયગાળા માટે ગેલેક્સી A સિરીઝમાં પણ ઉપલબ્ધ છે. ગ્રાહકો ગેલેક્સી A17 5G ઝીરો પ્રોસેસિંગ ફી સાથે ઝીરો ડાઉન પેમેન્ટ સાથે 10 મહિના સુધીના એનબીએફસી ફાઈનાન્સ અથવા રૂ. 1000 બેન્ક અથવા યુપીઆઈ કેશબેક મેળવવાના નિકલ્પ સાથે રૂ. 17,999માં મેળવી શકે છે.
ફેસ્ટિવ બોનસમાં ઉમેરો તરીકે ગ્રાહકો હવે ગેલેક્સી A56 5G, ગેલેક્સી A36 5G, ગેલેક્સી A26 5G અને ગેલેક્સી A17 5G ખરીદી કરે ત્યારે રૂ. 3999 (મૂળ કિંમત રૂ. 4999)માં ગેલેક્સી બડ્સ કેર મેળવી શકે છે. દરમિયાન સૌથી કિફાયતી 5G A સિરીઝ મોડેલ- ગેલેક્સી A06 5G હવે અગાઉ ક્યારેય નહીં તેવી કિંમત એટલે કે ફક્ત રૂ. 9899માં મળશે. ગેલેક્સી A06 5Gના ખરીદદારો રૂ. 1399 મૂલ્યનું સેમસંગ 25W ટ્રાવેલ એડપ્ટર આ મર્યાદિત સમયની ફેસ્ટિવ ડીલના ભાગરૂપે ફક્ત રૂ. 299માં મેળવી શકશે.