સોનાના વાયદામાં રૂ.319, ચાંદીમાં રૂ.2381 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.43ની નરમાઇઃ ઇલેક્ટ્રિસિટી વાયદામાં રૂ.71નો સુધારો

સોનાના વાયદામાં રૂ.319, ચાંદીમાં રૂ.2381 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.43ની નરમાઇઃ ઇલેક્ટ્રિસિટી વાયદામાં રૂ.71નો સુધારો
કોમોડિટી વાયદાઓમાં રૂ.15658.22 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.62794.42 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12597.20 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39287 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.78453.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15658.22 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.62794.42 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 39287 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1525.9 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12597.20 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.156001ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.158070 અને નીચામાં રૂ.156001ના સ્તરને સ્પર્શી, રૂ.158066ના આગલા બંધ સામે રૂ.319 ઘટી રૂ.157747ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.525 ઘટી રૂ.129085ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.24 ઘટી રૂ.16139ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.268 ઘટી રૂ.156064ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.158650ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.159211 અને નીચામાં રૂ.157663ના સ્તરને સ્પર્શી, રૂ.159571ના આગલા બંધ સામે રૂ.626 ઘટી રૂ.158945 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.259997ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.261120 અને નીચામાં રૂ.256424ના મથાળે અથડાઈ, રૂ.262620ના આગલા બંધ સામે રૂ.2381 ઘટી રૂ.260239 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.2427 ઘટી રૂ.267943ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.2493 ઘટી રૂ.267880ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1630.27 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.6.6 ઘટી રૂ.1243.05ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી વાયદો 40 પૈસા ઘટી રૂ.325.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.1.4 ઘટી રૂ.311.4ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો 5 પૈસા ઘટી રૂ.189.2ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1425.01 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3301ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3395 અને નીચામાં રૂ.3294ના મથાળે અથડાઈ, રૂ.71 વધી રૂ.3360ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.5832ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5864 અને નીચામાં રૂ.5811ના સ્તરને સ્પર્શી, રૂ.5870ના આગલા બંધ સામે રૂ.43 ઘટી રૂ.5827ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.39 ઘટી રૂ.5830ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.7.1 ઘટી રૂ.280.4 થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.7 ઘટી રૂ.280.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.974.9ના ભાવે ખૂલી, રૂ.1.8 ઘટી રૂ.968.1ના સ્તરે પહોંચ્યો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.2610ના ભાવે ખૂલી, કોઈ ફેરફાર વગર રૂ.2626 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 7471.43 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 5125.78 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1255.36 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 174.02 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 8.93 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 191.96 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 13.98 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 599.80 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 811.24 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 9005 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 61737 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 31903 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 420881 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 53894 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 8792 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 19289 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 61391 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1211 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 18393 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 22052 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 39105 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 39287 પોઇન્ટના સ્તર અને નીચામાં 38994 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 114 પોઇન્ટ વધી 39287 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.23.6 ઘટી રૂ.204.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.5 ઘટી રૂ.20.15 થયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.678 ઘટી રૂ.4421 થયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.400000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.479.5 ઘટી રૂ.935 થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.6.33 ઘટી રૂ.11.25ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 71 પૈસા ઘટી રૂ.1.5 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.23.3 વધી રૂ.183.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.8 વધી રૂ.19.6ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.155000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.494 ઘટી રૂ.3830ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1101 ઘટી રૂ.14700ના ભાવે બોલાયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.96 ઘટી રૂ.13.24ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 24 પૈસા ઘટી રૂ.1ના ભાવે બોલાયો હતો.



