વ્યાપાર

ગ્રીન ટોક્સ 2025 ટેક્નોલોજી અને સામાજિક અસરમાં હેતુપ્રેરિત નવીનતાને ઉજાગર કરે છે

ગ્રીન ટોક્સ 2025 ટેક્નોલોજી અને સામાજિક અસરમાં હેતુપ્રેરિત નવીનતાને ઉજાગર કરે છે

 અમદાવાદમાં અદાણી ગ્રીન ટોક્સની ચોથી આવૃત્તિના આયોજનમાં ટકાઉપણુંને આગળ ધપાવતા પાંચ અગ્રણી સામાજિક ઉદ્યોગસાહસિકોએ નવીનતા રજૂ કરી.
• ગૌતમ અદાણીની ટેકનોલોજી અને સામાજિક નવીનતામાં સ્વતંત્રતા માટે ભારતના “બીજા સ્વતંત્રતા સંગ્રામ” માટે હાકલ.
• વૈશ્વિક જાહેર આરોગ્યમાં યોગદાન બદલ ભારત બાયોટેકના ડૉ. કૃષ્ણા એલાને લોક કલ્યાણ એવોર્ડ એનાયત; અભિનેતા વિક્રાંત મેસીનું સન્માન કરવામાં આવ્યું.
• અદાણી ગ્રીન ટોક્સે વૈશ્વિક સહયોગ પ્લેટફોર્મ બનાવવાના ઉદ્દેશ્યથી ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં નવીનતાઓને શોધવા માટે NDTV સાથે વિસ્તરણની જાહેરાત કરી.

*અમદાવાદ, 25 સપ્ટેમ્બર 2025:* અદાણી ગ્રુપે આજે અદાણી ગ્રીન ટોક્સની ચોથી આવૃત્તિનું આયોજન કર્યું હતું, જેમાં ટકાઉ અને સમાવિષ્ટ ભવિષ્યને આકાર આપતા પરિવર્તનશીલ સામાજિક ઉદ્યોગસાહસિકો અને નવીનતાઓને એક સાથે લાવવામાં આવ્યા હતા. સામાજિક નવીનતા માટે ભારતના સૌથી વિશિષ્ટ પ્લેટફોર્મમાંના એક તરીકે વિકસેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી દ્વારા ભારતના “બીજા સ્વતંત્રતા સંગ્રામ” ને આકાર આપવામાં યુવા ઉદ્યોગસાહસિકોની ભૂમિકા પર મુખ્ય ભાષણ સાથે કરવામાં આવ્યું હતું. તે વિદેશી શાસનથી સ્વતંત્રતા માટેની નહીં પરંતુ ટેકનોલોજી અને સામાજિક નવીનતામાં સ્વતંત્રતા માટેની લડાઈ છે. તે દરેક સમુદાયને ઉત્થાન આપે છે અને લોકશાહીને મજબૂત બનાવે છે.

પ્રાસંગિક સંબોધનમાં શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું કે કેવી રીતે ચાર વર્ષ પહેલાં શરૂ કરાયેલ ગ્રીન ટોક્સ, સમાજને બદલવાની ક્ષમતા ધરાવતા વિચારો માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે. તેમણે ભૂતકાળના સહભાગીઓ જેમા હજારો લોકોને મેન્યુઅલ સ્કેવેન્જિંગની અપમાનમાંથી મુક્તિ અપાવનાર GenRobotics, પ્રતિ કિલોમીટર માત્ર ચાર પૈસા પ્રતિ મુસાફરોના ભાવે કાર્યરત સૌર-ઇલેક્ટ્રિક ફેરી Navalt, અને Marut Drones જેમણે “Drone Didis of Kashi” નામે રાષ્ટ્રીય નમો ડ્રોન દીદી કાર્યક્રમ હેઠળ મહિલાઓને આત્મવિશ્વાસુ કૃષિ-ઉદ્યોગસાહસિકોમાં પરિવર્તિન લાવ્યા તેઓની યાત્રાઓને યાદ કરી.

2025 ની આવૃત્તિમાં પાંચ અગ્રણી ઉદ્યોગસાહસિકો રજૂ કરવામાં આવ્યા હતા જેમણે હિંમત, નવીનતા અને સામાજિક ઉદ્દેશ્યની તેમની સફર શેર કરી હતી. જેમાં

• રિસાયકલેક્સના અભિષેક છાજેડ જે ગ્રીનર બિલ્ડિંગ મટિરિયલ્સનો ઉપયોગ કરીને બાંધકામને ડીકાર્બોનાઇઝ કરી રહ્યા છે,
• ટ્રેસ્ટલ લેબ્સના અક્ષિતા સચદેવા અને બોની ડેવ કિબોનું વિસ્તરણ કરી રહ્યા છે, જે દૃષ્ટિહીન લોકોને સશક્ત બનાવતું એક સહાયક ટેકનોલોજી પ્લેટફોર્મ છે,
• નેમોકેર વેલનેસના મનોજ શંકર સસ્તા નવજાત અને માતૃત્વ આરોગ્ય સંભાળ ઉપકરણો વિકસાવી રહ્યા છે,
• અવન્યા લેધરના જેનીલ ગાંધી અને મનન વ્યાસ છોડ-આધારિત, ક્રૂરતા-મુક્ત શાકાહારી ચામડાની અગ્રણી છે, અને
• સી6 એનર્જીના સૌમ્યા બાલેન્દીરન બાયોફ્યુઅલ, બાયોપ્લાસ્ટિક્સ અને ખાતરો માટે સમુદ્ર-આધારિત સીવીડ ખેતીને આગળ ધપાવી રહ્યા છે.

આ તમામ ભારતના નવીનતાની વિશાળતા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવાની ક્ષમતાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

આ વર્ષે તેમના પરિવર્તનશીલ ઉકેલો માટે સેંકડો અરજીઓમાંથી પસંદ કરાયેલા અદાણી ગ્રીન ટોક્સ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ્સ અને ભારત બાયોટેકના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન ડૉ. કૃષ્ણા એલ્લાને પ્રથમ લોક કલ્યાણ એવોર્ડ રજૂ કરવામાં આવ્યો હતો.

ગૌતમ અદાણીએ કોવિડ-૧૯ મહામારી દરમિયાન લાખો લોકોને સુરક્ષિત કરતી કોવેક્સિન સહિત સ્વદેશી રસીઓ દ્વારા વૈશ્વિક જાહેર આરોગ્યમાં ડૉ. એલાના યોગદાનને બિરદાવતા આ સન્માન એનાયત કર્યું. ડૉ. એલાએ આ પુરસ્કાર ભારતના વૈજ્ઞાનિકો અને નવીનતાઓને સમર્પિત કર્યો હતો જેઓ સામાજિક હેતુ સાથે વિજ્ઞાનને આગળ ધપાવે છે, તેમણે નોંધ્યું હતું કે ગ્રીન ટોક્સ જેવા પ્લેટફોર્મ આગામી પેઢીને હિંમતથી સ્વપ્ન જોવાની પ્રેરણા આપે છે.

અભિનેતા વિક્રાંત મેસી, જેમની ફિલ્મ 12મી ફેઇલને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, તેમણે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. શ્રી અદાણીએ મેસીની વાર્તાને દરેક અવરોધને પાર કરીને સ્થિતિસ્થાપકતા અને દ્રઢતાનું પ્રતીક ગણાવ્યું હતું.

ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે NDTV સાથે ભાગીદારીથી ગ્રીન ટોક્સ હવે ભારતના ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં પરિવર્તન લાવનારાઓની શોધને વિસ્તૃત કરશે, તે દેશના અંતરિયાળ વિસ્તારોમાંથી તેજસ્વી લોકોને બહાર લાવશે. તેમણે ગ્રીન ટોક્સને વૈશ્વિક સહયોગનું જીવંત પ્લેટફોર્મ બનાવવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી હતી.

શ્રી અદાણીએ જણાવ્યું હતું કે, ગ્રીન ટોક્સના લીલા અંકુર કઠિન માટીમાંથી ફૂટીને આશાના નવા કિરણ બનવાની શક્યતાનું ધરાવે છે. તે અસમાનતા, જડતા અને ઉદાસીનતાથી મુક્ત સમાજ માટે હિંમતભેર સ્વપ્ન જોવા અને ભારતના બીજા સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાનું આમંત્રણ છે.

સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો તરફ પ્રગતિને વેગ આપતા વિચારોને પોષતા અદાણી ગ્રીન ટોક્સ યુવા આકાંક્ષાઓ, નીતિ અને વૈશ્વિક સમુદાયો વચ્ચે સેતુ તરીકેની ભૂમિકાને મજબૂત બનાવી તેને વાસ્તવિકતામાં અને વિચારોને સાચા અર્થમાં સાકાર કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button