શિક્ષા

એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સ ખાતે ફિનિશિંગ સ્કૂલ કાર્યક્રમનો પ્રારંભ

એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સ ખાતે ફિનિશિંગ સ્કૂલ કાર્યક્રમનો પ્રારંભ
સુરત સ્થિત એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સ ખાતે તા. 10 ઓગસ્ટ 2026 થી તા. 3 સપ્ટેમ્બર 2026 દરમિયાન નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG), શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની પહેલ અંતર્ગત ફિનિશિંગ સ્કૂલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સોફ્ટ સ્કિલ્સ, રોજગારલક્ષી કૌશલ્યો અને કાર્યાત્મક અંગ્રેજી ભાષા કૌશલ્યોનો વિકાસ કરવાનો છે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક જ્ઞાન અને ઉદ્યોગજગતની વ્યવહારુ જરૂરિયાતો વચ્ચે રહેલા અંતરને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સંવાદ કૌશલ્ય, વ્યાવસાયિક અભિગમ અને કાર્યક્ષમતા વિકસાવી તેમને ઉદ્યોગ તથા રોજગાર માટે સજ્જ બનાવવામાં આવશે. જેમાં કૉલેજના કુલ 48 વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો છે.આ કાર્યક્રમમાં KCG ટ્રેનર સીએ સુપલ તલાટી દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સોફ્ટ સ્કિલ્સ, રોજગારલક્ષી કૌશલ્યો અને કાર્યાત્મક અંગ્રેજી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન ઇન્ચાર્જ આચાર્ય ડૉ. આશિષ પંડ્યાના માર્ગદર્શન હેઠળ, કાર્યક્રમના કોર્ડીનેટર પ્રા. હીરા પંડ્યા દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button