હાર્દિક પટેલના રાજદ્રોહ કેસમાં સુનાવણી શુક્રવારે
હાર્દિક પટેલના રાજદ્રોહ કેસમાં સુનાવણી શુક્રવારે
સુરતઃ પાટીદાર આંદોલન દરમિયાન અમરોલી પોલીસ મથકમાં હાર્દિક પટેલ સહિત અન્ય આરોપીઓ સામે નોંધાયેલી રાજદ્રોહ ની ફરિયાદ માં શુક્રવારના રોજ સુરત કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જોકે હાલમાં આ કેસ પુરાવાના સ્ટેજ પર હોય અગાઉ બે સાક્ષીઓ તપાસાઈ ચૂક્યા છે એવું બચાવ પક્ષના એડવોકેટ યશવંત સિંહ વાળા એ જણાવ્યું હતું.
આ કેસની ટૂંક વિગતો એવી છે કે, પાટીદાર આંદોલન દરમિયાન મોટા વરાછા ક્રિષ્ના રેસીડેન્સી ખાતે હાર્દિક પટેલે પોલીસ વિરુદ્ધ બેફામ નિવેદનો કર્યા હતા. આ આ નિવેદન બાદ તત્કાલીન ડીસીપી દ્વારા અમરોલી પોલીસ મથકમાં હાર્દિક પટેલ અલ્પેશ કથીરિયા સહિત અન્ય આરોપીઓ સામે ipc 124 એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુનાની તપાસ ડીસીબી ના તત્કાલીન પીઆઇ જે એચ દહીયાને સોંપવામાં આવી હતી. આ કેસમાં ચાર્જશીટ અને ચાર્જ ફ્રેમ થયા બાદ આ કેસ ચાલવા પર આવ્યો છે. હાલમાં આ કેસ પુરાવાના સ્ટેજ પર છે. શુક્રવારના રોજ રાજદ્રોહ કેસની વધુ સુનવણી હાથ ધરાશે. આ કેસમાં અગાઉ બે સાક્ષીઓની સર તપાસ અને ઉલટ તપાસ થઈ ચૂકી છે. એવું બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળા એ જણાવ્યું હતું.